લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 મુરતિયા
રાજ્યની 182 બેઠક પર 1621 ઉમેદવારો ચૂંટણી મેદાને ઝંપલાવ્યા છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો મેદાને છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠક પર 833 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. પ્રથમ તબક્કાની લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 મુરતિયા સામે આવ્યા છે, જ્યારે બીજા તબક્કામાં બાપુનગરમાં 29 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. પ્રથમ તબક્કાનું 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. આગામી 8 ડિસેમ્બરે પુનરાવર્તન કે પરિવર્તન તે નક્કી થશે.
આ પણ વાંચો: આજે ભાજપ કાર્પેટ બોમ્બિંગ પ્રચાર પાર્ટ-2: 93 બેઠકો, 27 દિગ્ગજો, 75 સભા
1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
ગુજરાતમાં કુલ મતદારો કેટલા?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: AAP Party, BJP Congress, Candidates, Gujarat Assembly Election 2022