અમદાવાદ: ભાજપના ઉમેદવારના વાયરલ વીડિયોને લીધે રાજકારણ ગરમાયું છે. ભાજપના ઉમેદવાર કૌશિક જૈન અસમાજિક તત્ત્વો સાથે બેઠક કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને લઈને દરિયાપુરના કોંગ્રેસ ઉમેદવાર ગ્યાસુદીન શેખે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ભાજપના ઉમેદવાર મતદારોને ધાકધમકી આપતા હોય તેવો આક્ષેપ ગ્યાસુદીન શેખે કર્યો છે. તેમણે ચૂંટણી પંચ સમક્ષ લેખિત ફરિયાદ કરી છે. તટસ્થ DCPની નિમણુંક કરી અસામાજીક તત્વોની પ્રવૃત્તિ બંધ કરવા માગ કરી છે. નોંધનીય છે કે, ન્યૂઝ18 ગુજરાતી આવા કોઇ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આપના તમામ ઉમેદવારના મેન્ડેટ રદ કરવા માગ
બીજી બાજુ, આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારના મેન્ડેટ રદ કરવાની માગ કરાઇ છે. આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ હાઈકોર્ટમાં પણ અરજી થઇ છે. આણંદના વકીલ હાર્દિક પટેલ, કેયૂર જોશીએ આ અંગે ફરિયાદ કરી છે. AAPના અનઅધિકૃત વ્યક્તિના મેન્ટેડ અપાયાની રજૂઆત કરાઇ છે. સાથે જ તે AAPના બંધારણ પ્રમાણે ગેરકાયદે હોવાની રજૂઆત કરાઇ છે. આ અંગે ચૂંટણી પંચમાં લેખિત પુરાવા સાથે ફરિયાદ થઈ છે.
આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના મેન્ડેટ રદ્દ કરવા થઈ ચૂંટણી પંચમાં ફરિયાદ થતાં ચકચાર મચી છે. આમ આદમી પાર્ટીના અનઅધિકૃત વ્યક્તિના મેન્ટેડ અપાયાની રજૂઆત છે. આ અંગે આણંદ જિલ્લામાંથી વકીલ હાર્દિક પટેલ અને કેયૂર જોશીએ ફરિયાદ કરી છે. આ અંગે લેખિત પુરાવા પણ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરાયા છે. રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તાની સહીથી મેન્ડેટ અપાયા છે. AAP હજુ રાષ્ટ્રીય પાર્ટી ના બની હોય ત્યારે આ હોદ્દાની રૂએ મેન્ડેટ ન આપી શકાય તેવી રજૂઆત કરાઇ છે. સાથે જ કિશોર દેસાઈનો જે હોદ્દો છે, તેની રૂએ પણ મેન્ડેટ ન આપી શકાય તેવી રજૂઆત છે. આ કારણોસર તમામ મેન્ડેટ રદ્દ કરવા રજૂઆત કરવામાં આવી છે.