ભાજપે વાપીમાં શુકનિયાળ નિવડતું ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું
વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મતદારોને રિઝવવા રાજકીય પાર્ટીઓ ઘર-ઘર સુધી પહોંચી અને પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. પ્રચાર માટે રાજકીય પક્ષોએ પોતાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો પણ શરૂ કર્યા છે. જોકે, ભાજપ દર ચૂંટણી વખતે એક ચોક્કસ જગ્યાએ જ પોતાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરે છે. આ વર્ષે પણ ભાજપે વાપીમાં શુકનિયાળ નિવડતું ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું છે.
એટલા માટે અહીં શરૂ કરવામાં આવે છે કાર્યાલય
આપને જણાવીએ કે વાપીમાં ભાજપ ઉમેદવાર ભલે કોઈપણ હોય, ચૂંટણી ભલે કોઈપણ હોય, પરંતુ પાર્ટીનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય એક ચોક્કસ જગ્યાએ જ બનાવે છે. અને જ્યારથી આ જગ્યા પર ચૂંટણી કાર્યાલય શરૂ કરવાની શરૂઆત થઈ હતી, ત્યારથી ભાજપે વળીને જોયું નથી અને ભાજપ પક્ષ અને તેના ઉમેદવારોના જીતના ગ્રાફ સતત રોકેટ ગતિએ ઊંચો જતો ગયો છે. વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠક વિસ્તારમાં આવતા વાપીમાં પારડી બેઠકના ભાજપના ઉમેદવાર અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. વાપીના મધ્યમાં આવેલા જાણીતા પેલીલોનની બાજુમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો છે. આ જગ્યા જ્યાં કનુભાઇ દેસાઈના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો છે. આ જગ્યા અત્યાર સુધી ભાજપ અને તેના ઉમેદવારો માટે શુકનવંતી સાબિત થતી આવે છે. આથી દર ચૂંટણી વખતે ભાજપ પોતાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય અહીં જ ઊભું કરવામાં આવે છે. આ વખતે પણ ભાજપે પોતાના શુકનિયાળ નીવડતા ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરી છે. ખુદ રાજ્યના નાણામંત્રી અને પારડી બેઠકના ભાજપના ઉમેદવાર પણ માની રહ્યા છે કે ભાજપ માટે આ જગ્યા અને આ કાર્યાલય અત્યાર સુધી શુકનવંતું સાબિત થતું આવે છે. એટલે જ પાર્ટી દ્વારા દર ચૂંટણી વખતે આ જગ્યા પર જ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવે છે.
કાર્યાલય ફરી એક વખત શુકનિયાળ નીવડશે?
વાપીમાં 2006 પહેલા ભાજપ ચૂંટણી વખતે અન્ય જગ્યાએ ચૂંટણી કાર્યાલય શરૂ કરતું હતું. પરંતુ એ સમયગાળા દરમિયાન ભાજપ સત્તાથી દૂર રહેતું હતું. પરંતુ ત્યારબાદ 2006થી ભાજપ દ્વારા વાપીમાં આ જગ્યાએ જ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો અને ત્યારબાદ ભાજપે જ્યારથી આ જગ્યા પર ચૂંટણી કાર્યાલય બનાવવાની શરૂઆત કરી છે ત્યારથી ભાજપે પાછું વળીને જોયું નથી. દર વખતે ચૂંટણીઓ દરમિયાન ભાજપની જીતનો ગ્રાફ રોકેટ ગતિએ વધતો જાય છે. આથી ભાજપ પોતાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય અહીંથી જ શરૂ કરે છે. અત્યાર સુધી ભાજપે આ જગ્યા પરથી ચાર નગરપાલિકાની ચૂંટણીઓ, ચાર વિધાનસભાની ચૂંટણીઓ અને ત્રણ લોકસભાની ચૂંટણી વખતે અહીં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બનાવ્યું હતું અને તમામ ચૂંટણીઓમાં ભાજપને ઝળહળતી જીત મળી હતી. આથી જ્યારથી આ જગ્યા પર ભાજપે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું છે, ત્યારથી ભાજપે પાછું વળીને જોયું નથી. તમામ વખતે ભાજપના ઉમેદવારોની જીત થાય છે અને પાર્ટી સત્તાના સ્થાને બેસે છે. આવી માન્યતા ભાજપના તમામ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ માને છે. શું આ વખતે પણ ભાજપનું શુકનવંતુ કાર્યાલય ફરી એક વખત શુકનિયાળ નીવડે છે કે કેમ? તે જોવું રસપ્રદ રહેશે.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર