Gujarat assembly election 2022 We are not working just for votes: PM Modi’s meeting in Mehsana


મહેસાણા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે પીએમ મોદીએ મહેસાણામાં જાહેર સભા સંબોધી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, દેશનું પહેલું સૂર્યગ્રામ એનું ગૌરવ મહેસાણા જિલ્લાને મળ્યું અને મોઢેરા સૂર્યગ્રામનું લોકાર્પણ થતાની સાથે જ આખી દુનિયામાં મોઢેરા ચમકી ગયું. જોડે-જોડે મહેસાણા જિલ્લો પણ ચમકી ગયો છે.

પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર

પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે, જેના માટે વ્યક્તિ કરતા પક્ષ મહાન અને પક્ષ કરતા દેશ મહાન, આ અમારા સંસ્કાર છે અને આ સંસ્કાર લઈને અમે કામ કરીએ છીએ. કોંગ્રેસનું મોડલ હતું, તમે વીજળી માંગો અને તમને ગોળીઓથી વીંધી નાખતા હતા, કોંગ્રેસના રાજની અંદર લોકો વીજળીના કનેક્શન માંગે એમાં પણ ભ્રષ્ટાચાર અને કનેક્શન મળે કે ના મળે એની ગેરંટી નહીં. આપણે ગુજરાતની અંદર 20 લાખ જેટલા નવા વીજળીના થાંભલા નાખ્યા. વીજળીના ક્ષેત્રે આજે હરણફાળ ભરી છે, અને ગુજરાતને એટલી ઊર્જા આપી છે, ગુજરાતને એટલું તેજસ્વી બનાવ્યું છે.

આ પણ વાંચો: તમારો મત MLA કે સીએમ માટે નથી તમારો મત ગુજરાતનાં ભવિષ્ય માટે છે: અમિત શાહ

‘આ નરેન્દ્ર, ભૂપેન્દ્રની સરકારે પશુઓની પણ એટલી જ ચિંતા કરી છે’

તેમણે કહ્યું કે, આ નરેન્દ્ર, ભૂપેન્દ્રની સરકારે પશુઓની પણ એટલી જ ચિંતા કરી છે. 14000 કરોડ રુપિયાનું બજેટ ખર્ચીને પશુઓને મફત ટીકાકરણનું અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે. આજે ગુજરાતની અંદર 12 લાખ બહેનો પશુપાલન સાથે જોડાયેલી છે અને એ બહેનોના સશક્તિકરણ માટે આપડે નક્કી કર્યું હતું કે, ડેરીમાંથી જે બિલ ચૂકવાશે એ પૈસા સીધા બહેનોના ખાતામાં જશે.

‘તમે ચૂંટણી જીતાડવાનું નક્કી કરી જ દીધું છે’

મહેસાણામાં આજે 11 જેટલી ડિગ્રી એન્જિનીયરીંગ કોલેજો છે અને 12 જેટલી ડિપ્લોમા એન્જિનીયરીંગ કોલેજો છે. આજે મારા ઘરે આવ્યો છું ત્યારે, મારા ગામમાં આવ્યો છું ત્યારે, મારા પરિવારજનો વચ્ચે આવ્યો છું ત્યારે, મારી આપને એક જ વિનંતી છે તમે ચૂંટણી જીતાડવાનું નક્કી કરી જ દીધું છે, જૂના બધા જ રેકોર્ડ તૂટી જાય અને વધુમાં વધુ મતદાન થાય.

Published by:Azhar Patangwala

First published:

Tags: Gujarat Assembly Election 2022, Mahesana, PM Modi પીએમ મોદી



Source link

Leave a Comment