Table of Contents
2022માં સૌથી વધુ ફાંસીની સજા
ગુજરાતમાં આ વર્ષે મૃત્યુદંડની સજાનો આંકડો રાજ્યની અદાલતો દ્વારા અગાઉના 15 વર્ષોમાં આપવામાં આવેલી કુલ સંખ્યાની બરાબર છે. 2022 સુધી 2011માં આ સજાની સૌછી વધુ સંખ્યા 13 હતી. જ્યારે 2002ના ગોધરા ટ્રેન કાંડ કેસના મોટભાગના દોષિતોને ફાંસીની સજા મળી હતી. એકલા આ જ કેસમાં વિશેષ SIT કોર્ટે 11 લોકોને મૃત્યુદંડ અને 20 અન્યને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં ગુજરાત હાઉકોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. વર્ષ 2006 અને વર્ષ 2021ની વચ્ચે દુર્લભ ગુનાઓ માટે ટ્રાયલ કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા પામેલા 50 વ્યક્તિઓમાંથી હાઇકોર્ટે 4 કેસોમાં મહત્તમ સજાને યથાવત રાખી હતી.
ક્યા કેસમાં યથાવત રાખી સજા?
ડિસેમ્બર, 2019માં હાઇકોર્ટે સુરતમાં 3 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા કરવા બદલ અનિલ યાદવને ફાંસીની સજા આપી હતી. 2010માં હાઇકોર્ટે 2002ના અક્ષરધામ મંદિર હુમલાના કેસમાં આદમ અજમેરી, મુફરી અબ્દુલ કયુમ મન્સુરી અને શાનમિયા ઉર્ફે ચાંદ ખાનની ફાંસીની સજા યથાવત રાખી હતી. જોકે, ત્રણેયને 2014માં સુપ્રીમ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. આટલા ટૂંકા ગાળામાં મૃત્યુદંડની સજાની સંખ્યા સમાજને કોઇ સમજ આપતી નથી. અમદાવાદના ભૂતપૂર્વ મુખ્ય સેશન્સ જજ જ્યોત્સના યાજ્ઞિકે જણાવ્યું હતું કે, “આ ચોક્કસ ન્યાયાધીશનો વ્યક્તિગત પરિપ્રેક્ષ્ય છે. જો ન્યાયાધીશ એવા નિષ્કર્ષ પર આવે છે કે ગુનો ભયાનક અને સમાજને સંદેશ મળવો જોઇએ, તો તેઓ સજા આપશે.”
આ પણ વાંચો: શું ગુજરાત ચૂંટણી પહેલા સરકાર મારશે કોઇ માસ્ટર સ્ટ્રોક?
અમદાવાદના ભૂતપૂર્વ પ્રિન્સિપલ સેશન્સ જજ જ્યોત્સના યાજ્ઞિકે જણાવ્યું હતું કે, “એક ન્યાયાધીશ ચુકાદા દ્વારા બોલે છે અને મૃત્યુદંડનો આદેશ ત્યારે જ આપે છે, જ્યારે તેને લાગે છે કે ગુનો અત્યંત ગંભીર છે અને આરોપીને સમાજમાં પરત ફરવાની મંજૂરી આપી શકાતી નથી. મને લાગે છે કે દરેકને સુધારી શકાય છે.”
યાજ્ઞિકે વર્ષ 2002ના નરોડા પાટિયા હત્યાકાંડની સુનાવણીની અધ્યક્ષતા કરી હતી, જેમાં 97 લોકો માર્યા ગયા હતા. તેણીએ માનવ અધિકારના સાર્વિત્રિક ઘોષણાના કલમ 5ને ટાંકીને 32 આરોપીઓમાંથી કોઇને પણ મૃત્યુદંડ આપ્યો નહોતો.
આ પણ વાંચો: ડિવાઇસ પાણીમાં મુકશો એટલે પાણી ક્ષાર મુક્ત થઈ જશે
38 લોકોને આતંકી પ્રવૃત્તિઓ માટે મૃત્યુદંડ
આ વર્ષે 38 લોકોને આતંકવાદી કૃત્યો માટે મૃત્યુદંડની સજા મળી છે. બાકીનામાં બળાત્કાર અને હત્યાનો સમાવેશ થાય છે. મોટે ભાગે સગીરો અને દોષિતોને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (Pocso) એક્ટ અને IPC હેઠળ સજા ફટકારવામાં આવી હતી.
માત્ર એક જ કેસ હતો જેમાં બળાત્કાર પીડિતા બચી ગઇ હતી. તે કેસના આરોપી ખેડા જીલ્લાના જયંતિ સોલંકીને પોક્સો એક્ટની જોગવાઇઓ હેઠળ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. બે કેસમાં ઓનર કિલિંગ માટે દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર