આ પહેલા પણ ભાજપે સાત નેતાઓને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપ સામે બળવાખોર સાત અપક્ષ ઉમેદવારને સસ્પેન્ડ કર્યા હતા. જેમાં નાંદોદથી અપક્ષ ઉમેદવાદ હર્ષદ વસાવા, કેશોદથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અરવિંદ લાડાણી, ધ્રાંગધ્રાથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર છત્રસિંહ ગુંજારિયા, પારડીથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કેતન પટેલ, વેરાવળથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉદય શાહ અને રાજકોટ ગ્રામ્યથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભરત ચાવડા અને મહુવાથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કરણ બરૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોમાંથી કેટલાકને ટિકિટ આપી?
શું માલધારીઓ ભાજપ સામે કરશે મતદાન?
ઢોર નિયંત્રણ કાયદો લાવ્યા બાદ ગુજરાત સરકારની સામે માલધારી સમાજે અનેક વખત રજૂઆતો કરી હતી. એ ઉપરાંત માલધારી વસાહતો અને પશુપાલન કરતા માલધારીઓ સામે પોલીસની કનડગત સહિતના મુદ્દાઓનું નિરાકરણ નહીં આવતાં માલધારી સમાજ રોષે ભરાયો છે.
અપક્ષ ઉમેદવારી નોંધાવનારા 12 નેતાઓ સામે ભાજપની કાર્યવાહી; મધુ શ્રીવાસ્તવ, દિનુ પટેલ અને ધવલસિંહ ઝાલા સહિત 12 નેતાઓને કર્યા સસ્પેન્ડ#Gujarat #GujaratElections #GujaratElections2022 #GujaratAssemblyPolls #BJP @BJP4Gujarat #Candidate #suspended pic.twitter.com/SWiB0IcOnB
— News18Gujarati (@News18Guj) November 23, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat Assembly Election 2022, Gujarat BJP, Gujarat Elections, Gujarat Politics, અમદાવાદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી