Table of Contents
ચોર્યાસી અને સરખેજ બેઠક ઐતિહાસિક સાબિત થઇ
ગુજરાતમાં 2007ની વિધાનસભાની ચૂંટણી બે રાજકારણીઓ, એક ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને હવે કેન્દ્રીયમંત્રી અમિત શાહ, જેઓ સરખેજ (અમદાવાદ) મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા અને બીજા ચોર્યાસી (સુરત)ના ભાજપના ઉમેદવાર અને રાજ્યના ભૂતપૂર્વ સિંચાઈ મંત્રી નરોત્તમ પટેલ માટે ઐતિહાસિક સાબિત થઇ હતી.આ ચૂંટણીમાં નરોત્તમ પટેલ 3. 47 લાખ મતોના માર્જિનથી જીત્યા હતા, જ્યારે અમિત શાહે તેમના હરીફને 2. 36 લાખ મતોથી હરાવ્યા હતા. આ શક્ય થવાનું કારણ એ છે કે, 2007માં ચોર્યાસી મતવિસ્તારમાં સૌથી વધુ 15.94 લાખ મતદારો હતા, જ્યારે સરખેજમાં 10.26 લાખ મતદારો હતા.
આ પણ વાંચો: Live: ચૂંટણીના બીજા તબક્કાના ઉમેદવારો ચિત્ર આજે થશે સ્પષ્ટ
સીમાંકન પછી 172 મતવિસ્તાર
વર્ષ 2012ની સીમાંકન પ્રક્રિયા પછી હાલમાં 172 મતવિસ્તાર છે, જ્યાં મતદાનની વસ્તી નરોત્તમ પટેલના 2007ના વિજય માર્જિન કરતાં ઓછી છે.
જોકે, આજે પણ ચોર્યાસી બેઠક પર રાજ્યમાં સૌથી વધુ 5. 65 લાખ મતદારો છે, જ્યારે સુરત ઉત્તરમાં સૌથી ઓછા 1.63 લાખ મતદારો છે.
જણાવી દઈએ કે, ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર સરેરાશ મતદારોની સંખ્યા 2. 70 લાખ છે. માત્ર 10 મતવિસ્તાર એવા છે, જ્યાં લાયક મતદારોની સંખ્યા નરોત્તમ પટેલના 2007ના વિજય માર્જિન કરતાં વધી ગઈ છે.
ભાજપના એક વરિષ્ઠ નેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “2012માં સરખેજ મતવિસ્તારનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને વેજલપુર વિધાનસભા બેઠક બનાવવા માટે નજીકના ઘાટલોડિયા અને દસક્રોઈ મતવિસ્તારમાં તેને વિલિન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ચોર્યાસી બેઠકને મતવિસ્તારના ભાગોને અડીને આવેલી વિધાનસભા બેઠકો સાથે મર્જ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ભાજપના નરોડાના ધારાસભ્ય માયા કોડનાનીનું 2007માં 1.8 લાખ મતોના માર્જિનનો રેકોર્ડ પણ હજી તૂટી શક્યો નથી. ”
આ પણ વાંચો: ભાજપ-કોંગ્રેસ-AIMIM-આપનાં નવ નેતાનો ગુજરાતમાં જમાવડો
આનંદીબેને ભુપેન્દ્ર પટેલ માટે બેઠક કરી હતી ખાલી
ઘાટલોડિયા બેઠક પર નવા સીમાંકનની અસર દેખીતી હતી, જ્યાં 2012માં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 1.1 લાખ મતોના માર્જિનથી જીત્યા હતા. 2017ની ચૂંટણી દરમિયાન આનંદીબેને પ્રથમ વખતના ધારાસભ્ય અને નજીકના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલ માટે આ બેઠક ખાલી કરી, જેઓ 1.18 લાખ મતોના માર્જિનથી જીત્યા અને ગત વર્ષે તેઓ મુખ્યમંત્રી પણ બન્યા.
નરોત્તમ પટેલે ધાનાણીને હરાવ્યા હતા
નોંધનીય છે કે, 2007ની ચૂંટણીમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહે કુલ 4.07 લાખ મત મેળવ્યા હતા અને કૉંગ્રેસના હરીફ શશિકાંત પટેલને મોટા માર્જિનથી હરાવ્યા હતા. તેવી જ રીતે ચોર્યાસીમાં રાજ્યના પૂર્વ સિંચાઈ મંત્રી નરોત્તમ પટેલને 5.84 લાખ મત મળ્યા હતા અને તેમણે કોંગ્રેસના જનક ધાનાણીને હરાવ્યા હતા.
આ ઉમેદવારોનો રેકોર્ડ કોઇ તોડી શક્યુ નથી
2007ની વિધાનસભા ચૂંટણી બાદ ગુજરાતમાં 2012 અને 2017માં વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી. જોકે, 2007માં જંગી મત માર્જિનથી જીતેલા ભાજપના ત્રણ ઉમેદવારો - અમિત શાહ, નરોત્તમ પટેલ અને માયાબેન કોડનાનીનો રેકોર્ડ અત્યાર સુધી તૂટી શક્યો નથી.
જોકે, આ વખતે મતદાન પંડિતો કહે છે કે, નરોડા બેઠક પર કોડનાનીની 2007ની જીતના માર્જિનનો રેકોર્ડ તૂટે તેવી શક્યતાઓ છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી, સુરત