સુરતના પાંડેસરા વિસ્તારના બમરોલી રોડ પર આવેલા પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ કે જેનું નવનિર્માણ ચાલી રહ્યું છે તે બિલ્ડિંગના એક ટાવરના 14મા માળે લિફ્ટના મેસેજમાં કામ કરતાં કરતાં અચાનક બે યુવકો 14મા માળેથી નીચે પટકાયા હતા. જેને લઈને તેઓના કરુંણ મોત થયા હતા. મળતી માહિતી પ્રમાણે લિફ્ટનું કામ કરતા આકાશ નામના યુવકનું બેલેન્સ બગડ્યું હતું. જેથી તેની સાથે કામ કરતો તેમજ તેનો હમવતની એવો નિલેશ પણ તેને બચાવવા ગયો હતો. નિલેશે પણ બેલેન્સ ગુમાવતા બંને 14મા માળેથી નીચે પટકાયા હતા.
આ પણ વાંચો: સુરત: લિંબાયતમાં ભાજપના માજી કોર્પોરેટરની માતા સાથે બે લાખ રૂપિયાની ઠગાઈ
ઘટનાની જાણ થતાં આજુબાજુના અન્ય બિલ્ડિંગોમાં કામ કરતા કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરી હતી. ખાસ કરીને આ નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા કર્મચારીઓ પાસે સેફ્ટીના કોઈપણ સાધન ન હોવાથી આ ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. બંને યુવકોનાં મૃત્યુ થતા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ બંને યુવકો લિફ્ટના બોલ્ટ ફીટ કરવાનું કામ કરી રહ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ આદરી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં દુર્ઘટના બની
પેલેનિયમ રેસિડેનસી લિફ્ટમાં દુર્ઘટના બનીલિફ્ટની પેસેજમાં કામ કરતા બની ઘટના #Gujarat pic.twitter.com/ttNsQtpFCE
— News18Gujarati (@News18Guj) September 16, 2022
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા અમદાવાદ શહેરમાં પણ આવો જ બનાવ બન્યો હતો. આ બનાવમાં કુલ આઠ લોકો લિફ્ટ માટે સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે માચડો તૂટી પડતા નીચે પટકાયા હતા. આઠમાંથી સાત લોકોનાં કરુણ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. આ મામલે પોલીસે IPCની કલમ 304 અને 114 મુજબ સદોષ માનવવધનો ગુનો દાખલ કર્યો છે, તેમજ ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે કોન્ટ્રાક્ટર (Contractor) સૌરભ શાહ, પેટા કોન્ટ્રાક્ટર દિનેશ પ્રજાપતિ અને કિરીટ પટેલની ધરપકડ કરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર