Table of Contents
વિદેશથી કોલસો આયાત થતો હતો
મળતી માહિતી પ્રમાણે, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાથી વિદેશી કોલસા આયાત કરતા હતા. આ કોલસા ભાવનગર અને અમદાવાદમાં આવેલી કંપનીઓમાં કોલસો આયાત કરતા હતા. વિદેશી કોલસો ખૂબ જ મોંઘુ હોવાનું સામે આવ્યું છે. કંપની તરફથી ફરિયાદ આવી રહી હતી કે, કોલસાની ગુણવત્તા ખૂબ જ ખરાબ આવતી હતી. જેથી પોલીસને માહિતી મળતા, ડીજી વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવી છે.
આ મામલે પોલીસે 15 આરોપીઓની ધરપકડ કરી છે.
રસ્તામાં કોલસામાં ભેળસેળ થતી હતી
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પોર્ટ પરથી જે કોલસો નીકળતો હતો તે રસ્તામાં મિક્સ થતો હતો. દરોડામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં જાણવા મળ્યું હતુ કે, કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આરોપીઓ ભેગા મળીને વિદેશી કોલસામાં ભેળસેળ કરતા હતા અને ત્યારબાદ જે તે કંપનીમાં મોકલતા હતા. આ મામલે ડીજી વિજિલન્સે કાર્યવાહી કરી 66 લાખનો કોલસો જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે કુલ 1.85 કરોડથી વધુનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આ મામલે 15 આરોપીઓની ધરપકડ કરી છે અને 7 આરોપીઓ ફરાર છે.
તમામ દિશાઓમાં તપાસ કરાશેઃ પોલીસ
આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. કેટલ સમયથી આ ધંધો ચાલે છે અને કેવી રીતે સેટિંગ કરવામાં આવે છે તે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat News, Kutch Crime, Kutch news