Table of Contents
ચોમાસાની વિદાય ક્યારે?
ચાલુ વર્ષે દેશમાં ચોમાસાનું આગમન વહેલું થયું હતું અને ગુજરાતમાં પણ વહેલું ચોમાસુ બેસી ગયું હતું.જોકે, ચોમાસાની સિઝનને અનુકૂળ વાતાવરણ છે. હજુ ચોમાસાની વિદાયના કોઈ એંધાણ દેખાતા નથી.કારણ કે, હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. પરંતુ હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે, સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જવાનું અનુમાન છે.
આ પણ વાંચો: નર્મદા અને ભરૂચના કાંઠાવાળા વિસ્તારોમાં એલર્ટ
ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદ થવાનું અનુમાન
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ચોમાસાની સિઝનનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. હવે ચોમાસું વિદાય ક્યારે લેશે તેના પર લોકોની નજર છે. ગુજરાતમાંથી સપ્ટેમ્બરના અંતમાં ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ જશે.
28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી ચોમાસુ વિદાયની શરૂઆત થઈ જશે. 3 થી 8 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય થશે તેવું અનુમાન છે. ચોમાસાની વિદાય અને તે દરમિયાન નવરાત્રી આવી રહી છે. ત્યારે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદ થવાનું અનુમાન છે. લોકલ સિસ્ટમ એટલે કે, થન્ડર સ્ટ્રોમના કારણે નવરાત્રી દરમિયાન વરસાદ થશે.
આ વર્ષે હવામાન વિભાહની આગાહી પ્રમાણે નવરાત્રિમાં વરસાદ વિલન બને તેવી શક્યતાઓ છે. જેને લઈને આયોજકોએ બે કરોડ સુધીના વીમા લીધા #Gujarat #Navratri pic.twitter.com/65K37dAtn8
— News18Gujarati (@News18Guj) September 18, 2022
પાંચ દિવસ વરસાદી માહોલ
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દક્ષિણ સામાન્યથી ભારે મધ્યમ વરસાદની શકયતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિદાયને લઈ સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat monsoon 2022, Gujarat Weather Forecast, Gujarat weather update, અમદાવાદ, ગુજરાત, નવરાત્રી, હવામાન