Gurugram teenager spa receptionist allegation, 15 times rape everyday


ગુરુગ્રામઃ ગુરુગ્રામમાં એક મોલની બહાર સ્પામાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી કિશોરીએ ચોંકવનારો આરોપ લગાવતા કહ્યુ છે કે, દરરોજ 10થી 15 ગ્રાહકો તેનો બળાત્કાર કરે છે. પરિવારને આર્થિક મદદ કરવા માટે કામ કરતી કિશોરીનું કહેવું છે કે, સ્પામાં દેહવ્યાપાર કરાવવામાં આવે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં રિક્ષાચાલકની દીકરીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ‘તેને કોઈ રાહત મળતી નથી. એક વ્યક્તિ રૂમમાંથી બહાર આવે છે તો તરત જ બીજો માણસ ઘૂસી જાય છે.’

પોલીસે ચાર લોકોની અટકાયત કરી

આ મામલે મહિલા પોલીસે બુધવારે એફઆઈઆર દાખલ કરી છે. આ મામલે પોલીસે જણાવ્યું છે કે, સ્પા માલિક અને અન્ય ત્રણ લોકો સામે ગેંગરેપ અને ધમકી આપવાનો ગુનો દાખલ કર્યો છે અને તેમની અટકાયત કરી છે. શુક્રવારે સાંજ સુધીમાં આ મામલે કોઈ ધરપકડની માહિતી મળી નથી.

આ પણ વાંચોઃ ‘રોજ રાત્રે બળાત્કાર થાય છે’, મહિલાનો video વાયરલ

વધુ પૈસા આપનારા પ્રોટેક્શન વગર સંબંધ બાંધતા

પોલીસે જણાવ્યું છે કે, તેઓ કિશોરીના નિવેદન મામલે સત્યતાની તપાસ કરી રહ્યા છે. કિશોરીના નિવેદનમાં કેટલીક વાતો શંકાસ્પદ છે. તો બીજી બાજુ, કિશોરીનું કહેવું છે કે, વીડિયો ઉતારીને સ્પા ચલાવનારા લોકો તેને ધમકી આપતા હતા. કિશોરીઓ આરોપ લગાવ્યો છે કે, જે લોકો વધુ રૂપિયા આપતા હતા, તેમને પ્રોટેક્શન વગર પણ શારીરિક સંબંધ બાંધવાની છૂટ આપવામાં આવતી હતી. ત્યારબાદ તેને એક ગોળી આપવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે, ગુરુગ્રામના એક સ્પા સેન્ટરમાં કથિત રીતે સેક્સ રેકેટ ચાલતું હોવાનો પોલીસે થોડાં સમય પહેલાં જ ખુલાસો થયો હતો. આ મામલે પોલીસે 2 મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. ગુરુગ્રામના સેક્ટર 51માં આ સ્પા આવેલું છે. ધરપકડ કરાયેલી મહિલાઓમાંથી એક મહિલા છત્તીસગઢની હતી.

Published by:Vivek Chudasma

First published:

Tags: Gang rape, Gurugram



Source link

Leave a Comment