શારીરિક રીતે વિકલાંગોને સ્વતંત્ર બનાવવાના શિક્ષણ, તાલીમ, સારવાર અને રોજગાર આપવાનો ઉદ્દેશ્ય
ફેશન ડિઝાઇનિંગ વ્યક્તિને ટૂંકા ગાળામાં ફેશન ડિઝાઇનિંગમાં પારંગત બનવાની તક પૂરી પાડે છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય શારીરિક રીતે વિકલાંગોને સ્વતંત્ર બનાવવાના હેતુથી શિક્ષણ, તાલીમ, સારવાર અને રોજગાર આપવાનો છે. તથા છેલ્લા 56 વર્ષથી શિક્ષણ, પ્રશિક્ષણ અને પુનર્વસન સેવાઓ પ્રદાન કરે છે.
ઉચ્ચ મશીનરીનો ઉપયોગ કરીને બેગ, ઝોલી, પર્સ વગેરે બનાવવાની તાલીમ આપવામાં આવે છે
શ્રી કાનલિંદી કાજી ફેશન એન્ડ એપ્રેલ ડિઝાઇન ટ્રેનિંગ સેન્ટરમાં વિકલાંગ છોકરીઓ કે જેમણે સીવણની પ્રાથમિક તાલીમ લીધી છે. તેમને ઉચ્ચ તકનીકી મશીનરીનો ઉપયોગ કરીને આધુનિક વસ્ત્રો બનાવવાની તાલીમ આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ થયા પછી ઉત્પાદન કાર્ય ફક્ત વિકલાંગ તાલીમાર્થીઓ દ્વારા જ હાથ ધરવામાં આવે છે.
જેમાં ઉત્પાદિત વસ્તુઓ જેવી કે બેગ, ઝોલી, પર્સ વગેરે માટે પૂર્ણા બ્રાન્ડ તરીકે ઓળખાય છે. જેમાં ફેબ ઇન્ડિયા, મોરલ ફાઇબર અને અન્ય કંપનીઓનું જોબ વર્ક કરવામાં આવે છે. આ માટે દર વર્ષે મહિલાઓ દ્વારા એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.
શ્રી વિદ્યાબેન ભાલુભાઈ દેસાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શેઠ શ્રી રમણલાલ ગિરધરલાલ સિલાઈ તાલીમ કેન્દ્ર છોકરાઓની સિલાઈ તાલીમ કેન્દ્રમાં સિલેબસ મુજબ સીવણ અને કટિંગની પ્રાથમિક તાલીમ આપવામાં આવે છે. સ્ટાઈપેન્ડ સાથે વિના મૂલ્યે રહેવા-જમવાની સુવિધા પણ આપવામાં આવે છે.
સ્ટાઈપેન્ડ સાથે વિના મૂલ્યે રહેવા-જમવાની સુવિધા પણ આપે છે
કન્યાઓની સીવણ તાલીમમાં શારીરિક રીતે અક્ષમ છોકરીઓને અભ્યાસક્રમ મુજબ તાલીમ આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ કન્યાઓ શ્રી કાલિંદી કાજી ફેશન એપેરલ ડીઝાઈન તાલીમ કેન્દ્રમાં ઉચ્ચ તાલીમ માટે પ્રવેશ મેળવે છે અને તાલીમ પૂર્ણ કર્યા બાદ રોજગારી પણ મેળવે છે.
આ ઉપરાંત શારીરિક અને માનસિક રીતે અશક્ત બાળકોને તબીબી તપાસ, ઓપરેશન અને સાધન સહાય પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. અપંગ માનવ મંડળ એ એક સખાવતી બિન-નફાકારક સંસ્થા છે. જે વિકલાંગ વ્યક્તિઓને વિના મૂલ્યે શિક્ષણ, તાલીમ અને પુનર્વસન પૂરું પાડે છે. જો તમારે પણ સેવા આપવી હોય તો વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરી શકો છો.
સરનામું : અપંગ માનવ મંડળ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન સામે, અટીરા પાછળ, વસ્ત્રાપુર રોડ, અમદાવાદ
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Local 18, Women Empowerment