આ પણ વાંચોઃ Expert Advice on Small Cap Stocks: તગડી કમાણી માટે શેર પસંદ કરવા આ 6 પોઈન્ટ સમજો
ગ્રે માર્કેટની વાત કરે તો હર્ષા એન્જિનીયરિંગને લઈને અહીં વલણ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. હર્ષ એન્જિનિયર્સના શેર ગ્રે માર્કેટમાં 234 રૂપિયા પ્રીમિયમ ભાવ પર ટ્રેડ કરી રહ્યા છે એટલે કે તેનું લિસ્ટિંગ 564 રૂપિયા એટલે કે 71 ટકા પ્રીમિયમ પર થઈ શકે છે. તેના આઈપીઓ માટે પ્રાઈઝ બેન્ડ 314-330 રૂપિયા હતો. અલોટમેન્ટ ફાઈનલ થયા બાદ તેનું સ્ટેટસ બીએસઈની વેબસાઈટ અથવા ઈશ્યૂના રજિસ્ટ્રાર લિંક ઇનટાઈમ ઈન્ડિયાની વેબસાઈટ પર જોઈ શકો છે.
આ પણ વાંચોઃ જાણો શું છે PAN કાર્ડ અને TAN કાર્ડ વચ્ચે તફાવત, ક્યાં ઉપયોગમાં આવે છે TAN કાર્ડ?
Table of Contents
રજિસ્ટ્રારની સાઈટ પર સ્ટેટસ ચેક કરવાની સ્ટેપવાઈઝ રીત
- https://linkintime.co.in/mipo/ipoallotment.html, રજિસ્ટ્રારની સાઈટ પર આઈપીઓ અલોટમેન્ટ ચેક કરી શકાય છે. આ માટે અલોટમેન્ટની જાહેરાત થયા બાદ આ લિંક પર જાઓ.
- અહીં ત્રણ વિકલ્પ જોવા મળશે- પાન કાર્ડ નંબર, એપ્લીકેશન નંબર અને ડીપી ક્લાયન્ટ આઈડી. તેમાંથી કોઈ એક વિકલ્પ સીલેક્ટ કરો.
- જો પાન કાર્ડનો ઓપ્શન પસંદ કર્યું છે તો આઈપીઓ પસંદ કરીને પાન નંબર ભરો. જો એપ્લીકેશન નંબર પસંદ કર્યો છે તો એપ્લીકેશન નંબર ભરો અને જો ડીપી ક્લાયન્ટ આઈડી પસંદ કર્યું છે તો ડિપૉઝિટરી ક્લાયન્ટ આઈડી ભરો.
- ત્યાર બાદ કેપ્ચા ભરીને સબમિટ કરો.
- તમારી એપ્લિકેશનનું સ્ટેટસ જોવા મળશે એટલે કે કેટલા શેર માટે તેમે આપ્લાઈ કર્યું હતું અને કેટલા શેર અલોટ થયા છે, તેની પૂરી ડિટેલ્સ સ્ક્રીન પર જોવા મળશે.
આ પણ વાંચોઃ હજારો રુપિયામાં 1 કિલો વેચાતી પ્રોડક્ટનો આજે જ શરું કરો બિઝનેસ, ભારતમાંથી મોટાપાયે થાય છે એક્સપોર્ટ
BSEના વેબસાઈટ પર આ રીતે જુઓ અલૉટમેન્ટ સ્ટેટસ
- https://www.bseindia.com/investors/appli check.aspx, બીએસઈ પર આ ડાયરેક્ટ લિંક દ્વારા અલૉટમેન્ટ સ્ટેટસ ચેક કરી શકાય છે.
- ઈશ્યૂ ટાઇપમાં ઇક્વિટી પસંદ કરો અને ડ્રૉપ ડાઉન મેન્યૂમાંથી ઇશ્યૂ નામ હર્ષા એન્જિનીયર્સ પસંદ કરો.
- એપ્લીકેશન નંબર અથવા પાન નંબર ભરો.
- “I am not Robot” પર ક્લિક કરો અને ,સર્ચ ટેબ પર ક્લિક કરો.
- શેરનું અલોટમેન્ટ સ્ટેટસ સ્ક્રીન પર જોવા મળશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં આ કંપનીનો પ્લાન્ટ શરું થતાં જ રુ.1 લાખનું લેપટોપ રુ.40 હજારમાં મળશે!
Harsha Engineers IPOની સંપૂર્ણ ડિટેલ્સ
હર્ષા એન્જિનીયર્સના 755 કરોડ રૂપિયાનો આઈપીઓ 14-16 સપ્ટેમ્બરની વચ્ચે ખુલ્યો હતો. આ અંતર્ગત 455 કરોડ રુપિયાના નવા શેર જાહેર થશે અને 300 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ (ઓએફએસ) વિંડોના હેઠળ હાજર શેરધારક વેચાણ કરશે. ઈશ્યૂ માટે 314-300 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈઝ બેન્ડ અને લોટ સાઈઝ 45 શેર હતા. એલિજિબલ કર્મચારીયોને 31 રૂપિયા પ્રતિ શેરના ડિસ્કાઉન્ટ પર શેર મળશે.
આ આઈપીઓને રોકાણકારોની શાનદાર પ્રતિક્રિયા મળી હતી અને સૌથી વધારે ક્વાલિફાઈડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે આરક્ષિત હિસ્સો સબસક્રાઈબ થયો હતો. ક્યૂઆઈબીનો હિસ્સો 178.26 ગુણો, એનઆઈઆઈ (નોન-ઇન્સ્ટીટ્યૂનલ ઇનવેસ્ટર્સ)ના 71.32 ગણો, રિટેલ રોકાણનો 17.63 ગણો અને કર્મચારીઓનો હિસ્સો 12.07 ગણો સબ્સક્રાઈબ થયો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદી કંપનીને તગડો રિસ્પોન્સ, વર્ષનો સૌથી વધુ સબ્સક્રાઈબ થનાર આઈપીઓ બન્યો
એકઠા થયેલા રુપિયાનો ઉપયોગ ક્યાં થશે?
આ આઈપીઓ દ્વારા એકઠાં કરવામાં આવેલા રુપિયામાંથી 270 કરોડ રુપિયાથી લોનની ચૂકવણી કરવામાં આવશે. તેના સિવાય 77.95 કરોડ રૂપિયાનો ઉપયોગ મશીનરી ખરીદવા અને 7.12 કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગેના સમારકામમાં અને હાલની ફેસિલિટીઝના રિનોવેશન અને સામાન્ય કોરપોરેટ ઉદ્દેશ્યોમાં પૂરા કરવા માટે ઉપયોગ થશે.
એક્સપર્ટ્સે આપી હતી રોકાણની સલાહ
ઘરેલૂ બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ અનુસાર નાણાકીય વર્ષ 2020-22માં કંપનીની રેવેન્યૂ 22.1 ટકા, ઈબીઆઈટીડીએ 40.2 ટકા અને નેટ પ્રોફિટ (પ્રોફિટ આફ્ટર ટેક્સ) 104.9 ટકાની સીએજીઆર (કંપાઉન્ડર એનુએલ ગ્રોથ રેટ)થી વધ્યો હતો. હાલની આર્થિક સ્થિતિમાં બેયરિંગ સ્પેસમાં માંગને આધારે બ્રોકરેજ ફર્મના એનાલિસ્ટોનું માનવું છે કે કંપનીનો કારોબાર આગળ પણ ગ્રોથ કરશે. તેવામાં આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ તેને સબ્સ્ક્રાઈબ રેટિંગ આપ્યું હતું. આ સ્ક્રિપ્ટમાં રોકાણકારો માટે જોખમની વાત કરીએ તો વિદેશી કરેન્સીના ભાવમાં ઉતાર-ચઢાવ અને વેશ્વિક સ્તર પર સુસ્તીની અસર તેના કારોબાર પર જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ ઘડપણમાં બેઠાં બઠાં રુ. 2 લાખની આવક કઈ રીતે થઈ શકે? અહીં સમજો
કંપનીના વિશેમાં ડિટેલ
હર્ષા ગ્રુપની હર્ષા એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ ભારતમાં ઓર્ગેનાઈઝ્ડ સેક્ટરમાં રેવેન્યૂની દ્રષ્ટીએ પ્રેસિશન બેરિંગ કેઝ બનાવવાવાળી દુનિયાની સૌથી મોટી કંપની છે. તેનો કારોબાર પાંચ ખંડોના 25 થી વધારે દેશમાં ફેલાયો છે. તેનો કારોબાર એન્જિનિયરિંગ અને સોલાર ઈપીસી એમ બે સેગમેન્ટમાં છે.
કંપનીની નાંણાકીય સ્થિતિની વાત કરીએ તો તેના રેવેન્યૂ અને નેટ પ્રોફિટ સતત વધ્યા છે. તેનો નેટ પ્રોફિટ નાણાકીય વર્ષ 2022માં વર્ષના આધારે 45.44 કરોડ રૂપિયાથી વધીને 91.94 કરોડ અને રેવેન્યૂ 876.73 કરોડ રૂપિયાથી વધીને 1339 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business news, Expert opinion, IPO News, Share market, Stock market Tips