નવી દિલ્હીઃ હેટ સ્પીચ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યુ હતુ કે, સૌથી વધુ હેટ સ્પીચ મીડિયા અને સોશિયલ મીડિયામાં થાય છે. આપણો દેશ કઈ બાજુ જઈ રહ્યો છે? ટીવી એન્કરોના માથે મોટી જવાબદારી છે, પરંતુ ટીવી એન્કર ગેસ્ટને સમય નથી આપતા. એવા માહોલમાં સરકાર કેમ ચુપ છે? કોર્ટે કહ્યુ હતુ કે, એક સખત નિયામક તંત્ર સ્થાપવાની જરૂર છે અને આ મામલે સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. હવે 23 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી થશે.
સુપ્રીમે ઉત્તરાખંડ સરકારની ઝાટકણી કાઢી
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યુ હતુ કે, ધર્મ સંસદ થવાની હતી ત્યારે તમે શું કાર્યવાહી કરી હતી? શું તમે તેને રોકી? આ મામલે ઉત્તરાખંડ સરકારે કહ્યુ હતુ કે, અમે કલમ 144 લગાવી અને 4 લોકોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારે પણ કાર્યવાહી કરી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Supreme Court of India