ચાર્જિંગ દરમિયાન બસમાં અચાનક જ બ્લાસ્ટ થયો
પ્રાપ્ત માહિતી અનુસાર, ચાર્જિંગ દરમિયાન ઈલેક્ટ્રિક બસમાં બ્લાસ્ટની આ ઘટના બરેલીના કિલા થાના ક્ષેત્રની છે. ઈલેક્ટ્રિક બસ આ વિસ્તારમાં એક ચાર્જિંગ સ્ટેશન પર ચાર્જિંગમાં હતી. તે સમયે બસમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. તેના પગલે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે 2 અન્ય લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. બસમાં બ્લાસ્ટના પગલે ઘટના સ્થળે અફરાતફરી સર્જાઈ હતી.
ટેક્નિકલ ખામીના કારણે બ્લાસ્ટ થયો હોવાની ચર્ચા
બસમાં બ્લાસ્ટની માહિતી મળ્યા પછી ઘટના સ્થળે જિલ્લા અધિકારી, SSP, SP સિટી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા. ઘટના સ્થળની ચકાસણી કરવામાં આવી હતી. બરેલીના કલેક્ટરે ઈલેક્ટ્રિક બસમાં થયેલા બ્લાસ્ટ વિશે માહિતી આપી છે. આ સમગ્ર ઘટનાક્રમ પર બરેલીના કલેક્ટર શિવાકાંત દ્વિવેદીએ કહ્યું કે ચાર્જિંગ સ્ટેશન પર કોમ્પ્રેસર કે કોઈ ટેક્નિકલ ફોલ્ટના કારણે બ્લાસ્ટ થવાની માહિતી મળી છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને તથા બે અન્ય લોકોને ઈજા થઈ છે. નગર નિગમની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં લાગી ગઈ છે. હાલ ઘટનાના કારણો અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Accidentdeath, Accidents, Bus Blast