Table of Contents
કોર્ટે આપ્યો આદેશ
કોર્ટે બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનને મોટી રાહત આપતા શુક્રવારે વચગાળાનો મનાઈ હુકમ ફરમાયો છે. તેના અનુસાર અમિતાભ બચ્ચનની પરવાનગી વિના તેમની તસવીર અને અવાજનો ઉપયોગ કરી શકાશે નહીં. કોર્ટે પોતાના આદેશના માધ્યમથી મોટા પ્રમાણમાં વ્યક્તિઓને અભિનેતાના વ્યક્તિત્વનું ઉલ્લંઘન કરવાથી રોકી દીધા છે.
આ પણ વાંચોઃ Varun Dhawan Natasha Dalal: વરુણના ઘરે ગુંજશે કિલકારી? એક્ટરે પત્નીની પ્રેગ્નેન્સી અંગે કર્યો ખુલાસો
શું કહ્યુ ચીફ જસ્ટિસે?
જસ્ટિસ નવીન ચાવલાએ પોતાનો નિર્ણય સંભળાવતા સમયે કહ્યુ કે, “અમિતાભ બચ્ચન, એક પ્રસિદ્ધ વ્યક્તિત્વ છે. વિભિન્ન જાહેરાતોમાં તેમના અવાજ અને તેમના નામનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવે, અમિતાભ બચ્ચનની અનુમતિ અથવા સત્તા વિના, પોતાના સામાન અથવા સેવાઓને વધારો આપવા માટે, કોઈપણ તેમના સેલિબ્રિટી સ્ટેટસનો ઉપયોગ કરી શકશે નહીં.”
આ પણ વાંચોઃ ’12th ફેલ’ આ IPS અધિકારી પર બનશે ફિલ્મ, વિક્રાંત મૈસી ભજવશે મુખ્ય પાત્ર
શું છે વ્યક્તિત્વ અધિકારી?
વ્યક્તિત્વ અધિકાર, જેને પ્રચારનો અધિકાર પણ કહેવામાં આવે છે, એક વ્યક્તિ માટે પોતાની ઓળખ જેમકે નામ અને છબીના વ્યવસાયિક ઉપયોગને નિયંત્રિત કરવાનો અધિકાર છે. કોર્ટે અમિતાભ બચ્ચનના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન કરવાવાળી સામગ્રી હટાવવા માટે અધિકારીઓ અને ટેલિકોમ સામગ્રીને દૂર કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amitabh Bachachan અમિતાભ બચ્ચન, Bollywood બોલિવૂડ, મનોરંજન