Home minister Amit Shah Gujarat Election promotion Jamnagar – News18 Gujarati


જામનગર: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે આજે જામખંભાળિયામાં અમિત શાહે જનમેદનીને સંબોધન કર્યુ હતુ. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર ભારે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ કે, ‘કામ બોલે છે તેવું સૂત્ર કોંગ્રેસને નથી શોભતું. કોંગ્રેસ સત્તામાં નથી તો કઇ રીતે કામ બોલે છે. કામ ભાજપે કર્યા છે કોંગ્રેસે નહીં.’

અમિત શાહે પોતાના નિવેદનમાં જણાવ્યુ છે કે, પાકિસ્તાનનાં ઘરમાં ઘૂસીને આતંકવાદ ખતમ કર્યો છે. આ સાથે તેમણે આપ પર પણ પ્રહાર કરતા જણાવ્યુ કે, AAP વાળાને મેઘા પાટકરનું પૂછજો.

ધારાસભ્ય બદલવાની વાત કરી

તેમણે ધારાસભ્ય બદલવાની વાત કરતા જણાવ્યુ કે, અહીંથી એકવાર કમળ ખીલવીને મોકલો તો અહીં વિકાસની ધૂણી ધખશે.

બેટ દ્વારકાના દબાણો હટાવવા અંગે અમિત શાહે જણાવ્યુ કે, વર્ષોથી બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો હતા. જેને ભુપેન્દ્રભાઇ અને હર્ષ સંઘવીએ દૂર કર્યા. તેના માટે હું તેમને અભિનંદન આપું છું. આપણું બેટ દ્વારકા સ્વચ્છ થવું જોઇએ.

બેઠક પર કોંગ્રેસનો કબજો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના કાળુભાઈ નારણભાઈ ચાવલા અને કોંગ્રેસના વિક્રમભાઈ અરજણભાઈ માડમ મેદાનમાં હતા. આ બેઠક પર ભાજપના વિક્રમ ભાઈ અરજણ ભાઈ માડમનો વિજય થયો. તેમણે 79172 મત મેળવી કાળુભાઈ નારણભાઈ ચાવલાને હરાવ્યા હતા. કાળુભાઈ નારણભાઈ ચાવલાને 68313 મત મળ્યા હતા. હાલ આ બેઠક પર કોંગ્રેસનો કબજો છે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, ગુજરાત, જામનગર





Source link

Leave a Comment