આ પણ વાંચોઃ Expert Views: શા માટે આ નવા tech stock આગામી Tata Elxsi જેવા મલ્ટિબેગર બની શકે?
Table of Contents
SCSS યોજનામાં વ્યક્તિગત રોકાણ
કેન્દ્રીય નાંણા મંત્રાલયના 30 જૂન 2022ના એક સર્ક્યુલર મુજબ સરકારે સ્મોલ સેવિંગ સ્કીમ્સના વ્યાજ દર જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે સમાન જ રાખ્યા છે. ત્યારે SCSS યોજનામાં 60 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ એકાઉન્ટ ખોલાવી શકે છે અને સિંગલ ડિપોઝિટ તરીકે એકાઉન્ટમાં રુ. 1000ના ગુણાંકમાં રુ. 15 લાખ સુધીની કોઈપણ રકમ જમા કરાવી શકે છે. બેંકના ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝિટની જેમ SCSS પાંચ વર્ષના લોક ઈન પીરિયડ સાથે આવે છે. તેવામાં જો તમારે વાર્ષિક રુ. 2 લાખની આવક જોઈતી હોય તો હાલના વ્યાજદરને આગામી પાંચ વર્ષ માટે લોક ઈન માનીને કોઈ સીનિયર સિટિઝન રુ. 15 લાખ આ યોજનામાં પાંચ વર્ષ માટે રોકે છે.
તેવામાં રુ. 15 લાખની આ ડિપોઝિટ ત્રિમાસિક વ્યાજ તરીકે રુ. 27,750 કમાણી કરાવે છે અને વાર્ષિક વ્યાજ રુ.1,11,000 મળે છે. ત્યારે પાંચ વર્ષ પછી મેચ્યોરિટી સમયે રોકાણકારને રુ. 5,55,00 વ્યાજ સાથે ટોટલ મેચ્યોરિટી રકમ રુ. 20,55,000 મલે છે. આ યોજના હેઠળ વ્યાજ ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે અને તેની ગણતરી ડિપોઝિટ કર્યાની તારાખથી આગામી 31 માર્ચ, 30 જૂન, 30 સપ્ટેમ્બર અને 31 ડિસેમ્બર એ રીતે ગણવામાં આવે છે. તેમજ જે દિવસે તમે ડિપોઝિટ કરી હોય ત્યારે રહેલો વ્યાજ દર આગામી 5 વર્ષ માટે લોક રહે છે એટલે કે આ સમય દરમિયાન સરકાર વ્યાજ દર ઘટાડે કે વધારે તો તમને તેનો લાભ કે નુકસાન કંઈ જ થતું નથી.
આ પણ વાંચોઃ અમદાવાદી કંપનીને તગડો રિસ્પોન્સ, વર્ષનો સૌથી વધુ સબ્સક્રાઈબ થનાર આઈપીઓ બન્યો
SCSSમાં જોઈન્ટ રોકાણ કરવાથી ફાયદો
ઉપર આપવામાં આવેલ ઉદાહરણ ફક્ત વ્યક્તિગત રોકાણની વાત કરે છે જ્યારે SCSS જોઈન્ટ રોકાણને પણ પરવાનગી આપે છે, આમ એક વરિષ્ઠ નાગરિક અને તેના જીવનસાથી સંયુક્ત ખાતું પણ ખોલાવી શકે છે. જો કે, સંયુક્ત ખાતામાં જમા રકમ માટે માત્ર પ્રથમ ખાતાધારક જ જવાબદાર છે. સંયુક્ત ખાતા માટે મહત્તમ રુ. 15 લાખની રોકાણ મર્યાદા બમણી કરીને રુ. 30 લાખ કરવામાં આવે છે. તેવામાં જો કોઈ વૃદ્ધ કપલ સંયુક્ત SCSS ખાતું ખોલાવે છે અને રુ. 30 લાખ જમા કરે છે, તો તેમાંથી એકંદરે વાર્ષિક વ્યાજ (રુ. 1,11,000×2 = રુ. 2,22,000) મેળવે છે. એટલે કે પાકતી મુદતે ઉપાડી શકાય તેવી કુલ રકમ મુદ્દલ અને વ્યાજ સાથે રુ. 41,10,000 હશે. આમ સંયુક્ત ખાતામાં વ્યક્તિ SCSSમાં રોકાણ કરીને વાર્ષિક રુ. 2.22 લાખની રિસ્ક ફ્રી આવક મેળવી શકે છે.
ઈન્ડિયા પોસ્ટે પોતાની વેબસાઈટ પર જણાવ્યું છે કે, “જો પતિ-પત્ની સંયુક્ત ધારક અથવા એકમાત્ર નોમિની હોય તો, જો જીવનસાથી SCSS ખાતું ખોલવા માટે લાયક હોય અને અન્ય SCSS ખાતું ન ધરાવતા હોય તો પાકતી મુદત સુધી ખાતું ચાલુ રાખી શકાય છે.” ઈન્ડિયા પોસ્ટે તેની વેબસાઈટ પર જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ સામાન્ય લાગતા આ બિઝનેસમાં છે બંપર કમાણી, બજારમાં રહે છે જંગી માંગ
SCSS યોજનનાના મુખ્ય ફાયદાઓ
આ યોજના હેઠળ કરવામાં આવેલું રોકાણ 1961ના ઇન્કમ ટેક્સ કાયદા હેઠળની કલમ 80સી અંતર્ગત ટેક્સ રાહત માટે પાત્ર બને છે. તેમજ જો SCSS કાયદા હેઠળની યોજનામાં અંતર્ગત થતી આવકમાં વાર્ષિક વ્યાજ રુ. 50 હજાર કરતા વધારે હોય તો મર્યાદાથી ઉપરની રકમ કરપાત્ર ઠરે છે અને વ્યાજની ટોટલ કમાણી પર નિયમ મુજબનો ટીડીએસ કપાય છે. તેમજ જો ફોર્મ 15જી અથવા 15એચ સબમિટ કરવામાં આવે છે અને વ્યાજની કુલ આવક રાહતની મર્યાદામાં હોય છે તો એકાઉન્ટ હોલ્ડરને ટીડીએસ નથી ચૂકવવો પડતો. એકાઉન્ટ ખોલ્યાના પાંચ વર્ષ પછી SCSS એકાઉન્ટ મેચ્યોર થાય છે અને ખાતું બંધ થાય છે જોકે રોકાણકાર પાસે આ એકાઉન્ટને આગામી 3 વર્ષ માટે ચાલુ રાખવાનો ઓપ્શન હોય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business news, Investment tips, Post office small savings scheme