100 કરોડ રુપિયાનો એપાર્ટમેન્ટ!
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કપલ એક લગ્ઝુરિયસ ફ્લેટમાં રેનોવેશનનું કામ કરાવી રહ્યા છે. રિતીક રોશને મન્નત નામની બિલ્ડીંગમાં બે એપાર્ટમેન્ટ લીધા તેવી ખબર સામે આવી રહી છે. બંને એપાર્ટમેન્ટની કિંમત 97 કરોડ રુપિયાથી પણ વધારે જણાવવામાં આવી રહી છે. 38 હજાર ફૂટ વર્ગના આ ફ્લેટથી ખૂબ જ શાનદાર નજારો જોવા મળશે.આ પણ વાંચોઃ અજય દેવગણને મળી રાહત, ‘થેન્ક ગૉડ’ની સામે દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી
સાથે રહેવાની કરી રહ્યા છે પ્લાનિંગ!
એવું કહેવામાં આવી રહ્યુ છે કે 15 અને 16માં માળે આ સ્ટાર કપલનો ડુપ્લેક્સ ફ્લેટ છે. આ એક ફ્લેટ 67 કરોડ રુપિયાનો અને બીજો 30 કરોડ રુપિયાનો છે. જણાવી દઈએ કે રિતીક રોશન અને સબા આઝાદ એક બીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. જોકે, રિતીક રોશને સબા આઝાદની સાથે એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવાની ખબરોને નકારી દીધી છે.
There is no truth to this.
As a public figure, I understand I’ll be under the lens of curiosity, but it’s best if we keep misinformation away, especially in our reportage, which is a responsible job. https://t.co/jDBQF0OvdL
— Hrithik Roshan (@iHrithik) November 20, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર