ગાંધીગ્રામ પોલીસને આપેલી ફરિયાદમાં ઉષાબેન વાઢેર નામની પરિણીતાએ જણાવ્યું હતું કે, તેમના લગ્ન 15 વર્ષ પૂર્વે અરવિંદ વાઢેર નામના વ્યક્તિ સાથે થયા હતા. અરવિંદ વાઢેર અગાઉ 17 વર્ષ આફ્રિકા રહી ચૂક્યા છે. હાલમાં મારા બહેન હકુબેન પરમાર જે જામનગરના લીમડા લાઈનમાં રહે છે. તેમનું અમદાવાદ ખાતે હૃદયનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. જેના કારણે તેઓ છેલ્લા બે ત્રણ દિવસથી મારા ઘરે આરામ કરવા રોકાયા હતા.
આ પણ વાંચો- રાજકોટમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, પાર્કિંગમાં રમતા બાળકને મોત મળ્યું
પરમ દિવસે ભાઈ કાનજીભાઈ બચુભાઈ પરમાર પણ બહેનની ખબર કાઢવા આવ્યા હતા. ક્યારે સાંજે પરોઠા અને શાક જમ્યા હતા. રસોઈમાં પરોઠા ઓછા પડતા પતિ અરવિંદ વાઢેર સાથે માથાકૂટ થઈ હતી. આ બાબતનો ખાસ રાખી મારા પતિએ મારા પર હથોડીથી હુમલો કર્યો હતો. મને બચાવવા દોડતા મારા મોટા બહેન હકુબેન ઉપર પણ તેમણે હથોડીના ઘા કર્યા હતા.
ઈજાગ્રસ્ત બંને બહેનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી અરવિંદભાઈની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ પોલીસ તેમને પકડી પાડે તે પૂર્વે જ તેમણે ઘરે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો- અમદાવાદ: ખોખરામાં ગાય બાંધવા મામલે જીવલેણ હુમલો, સોસાયટીમાં તલવારો ઉડી
ત્યારે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. તેમજ ત્યારબાદ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ પીએમ ની કાર્યવાહી પૂર્ણ થતાં લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Latest News Rajkot, Rajkot city, ગુજરાત, રાજકોટ