15 વર્ષ પહેલા થયા હતા લગ્ન
આરોપી અજય કુમારના લગ્ન લગભગ 15 વર્ષ પહેલા સતરિખ ક્ષેત્રના જ સિકંદરપુર નિવાસી રામશંકરની પુત્રી વર્ષા સાથે થયા હતા. વર્ષાના ચાર બાળકો છે. વર્ષાના પિયર પક્ષના જણાવ્યા મુજબ તેનો પતિ અજય કુમાર મોટાભાગે તેને હેરાન કરતો હતો. દરેક નાની-નાની વાત પર તે તેની સાથે મારપીટ કરતો હતો. આ વાત તેણે ઘણી વખત પિયરમાં પણ કહી હતી. જોકે પિયરવાળા તેને સમજાઈને સાસરે મોકલી દીધા હતા. જોકે આજે સામાન્ય બોલાચાલી પછી આરોપીએ તેની ખરાબ રીતે હત્યા કરી દીધી હતી.
વર્ષા આરામ કરતી હતી ત્યારે તેની પર કર્યો હુમલો
મૃતક મહિલાના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર વર્ષા ખાટલા પર સુઈ રહી હતી. આ દરમિયાન તેના પતિ અજયે સામાન્ય બોલાચાલી પછી તેની પર પાવડાથી હુમલો કર્યો હતો. તેના પગલે વર્ષાનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ પતિને એટલો ગુસ્સો હતો કે વર્ષાના મૃત્યુ પછી પણ તે તેની ગરદન પર હુમલો કરતો રહ્યો હતો. હત્યા પછી આરોપી અજયને કેટલાક ગ્રામીણોએ પકડી લીધો અને તેને ખૂબ માર માર્યો હતો.
આ પણ વાંચો: અહીં સુહાગરાતના દિવસે પતિ-પત્ની સાથે રૂમમાં સૂઇ જાય છે દીકરીની માતા!
આરોપીની પાવડા સાથે ધરપકડ
હત્યાની માહિતી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બારાબંકીના અપર પોલીસ અધિક્ષક ડો.અખિલેશ નારાયણ સિંહના જણાવ્યા મુજબ અજય નામના વ્યક્તિએ પોતાની પત્ની વર્ષા સાથે બોલાચાલી પછી તેની પાવડાથી હત્યા કરી દીધી હતી. આરોપી પતિની પાવડા સાથે ધરપકડ કરવામાં આવી છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર