Table of Contents
કાર ઊભી રહેતાં જ કાફલો અટકી ગયો
તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ ‘ટીઆરએસ’ના એક નેતાએ શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાફલા સામે કાર ઊભી રાખી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, તેઓ ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ને લઈને ત્યાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટીઆરસીના એક નેતાએ અમિત શાહના કાફલા સામે કાર ઊભી રાખતા જ સુરક્ષાકર્મીઓ એલર્ટ થઈ ગયા હતા અને એક્શનમાં આવી ગયા હતા. સુરક્ષાકર્મીઓએ હસ્તક્ષેપ કરીને ઘટનાસ્થળેથી કાર ખસેડી દીધી હતી.. ટીઆરસી નેતા ગોસુલા શ્રીનિવાસે એવી રીતે વાહન ઊભું રાખી દીધું હતું કે અમિત શાહનો કાફલો ઊભો રહી ગયો હતો. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રીની સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ મુંબઈમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક
કાર ઊભી રાખતાં જ સુરક્ષાકર્મીઓ આવ્યાં, વીડિયો વાયરલ
આ દરમિયાન જ સીઆરપીએફ કર્મીઓએ રસ્તામાંથી કાર હટાવી લેવા નેતાને મજબૂર કરી નાંખ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક લાલ રંગની કાર કાફલા સામે આવીને ઊભી રહી જતી નજરે પડે છે. તેની આસપાસ કેટલાક કર્મચારીઓ આવે છે અને તે કારને ખસેડવાની કામગીરી કરતા જોવા મળી રહ્યા છે.
નેતાએ સુરક્ષાકર્મીઓ પર તોડફોડનો આક્ષેપ કર્યો
આ ઘટના મામલે ટીઆરસી નેતા ગોસુલા શ્રીનિવાસને જણાવ્યુ હતુ કે, મારી કાર કાફલા સામે આવી અચાનક ઊભી રહી ગઈ હતી. હું હજુ કંઈ કહુ તે પહેલાં જ ગૃહમંત્રીના સુરક્ષાકર્મીઓએ મારી કારમાં તોડફોડ કરવાની ચાલુ કરી દીધી હતી. આ ખોટું છે. આ મામલે હું પોલીસ અધિકારીને મળીશ અને કાર્યવાહી કરવાની માગ કરીશ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર