Table of Contents
આરોપીઓએ વીડિયો બનાવ્યા હોવાનો છોકરીઓનો આક્ષેપ
પોલીસ અધિકારીએ આ મામલે કહ્યુ હતુ કે, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલુ છે. તેને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. છોકરીઓનો આરોપ છે કે, તે આરોપીઓએ વીડિયો બનાવ્યા છે. પરંતુ પોલીસ અધિકારીઓએ કહ્યુ કે, તેના ફોનમાંથી એવા કોઈ જ વીડિયો મળ્યાં નથી. આ આરોપ મામલે પણ પોલીસ આરોપી યુવકની પૂછપરછ કરી રહી છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેમને સુરક્ષિત માહોલ આપવો જોઈએ.
આ પણ વાંચોઃ વિદ્યાર્થિનીઓના MMS મામલે ચંદીગઢ યુનિવર્સિટીનું નિવેદન
સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છેઃ પ્રવક્તા, IIT બોમ્બે
IIT બોમ્બેના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, આરોપી યુવક જે કેન્ટિનમાં કામ કરે છે, તે હાલ બંધ કરી દેવામાં આવી છે. હકીકતમાં કેન્ટિન ગર્લ્સ હોસ્ટેલ પાસે આવેલી છે. જો કે, જે સમયે આ ઘટના બની ત્યારે તે યુવકે ત્યાં નહોતું હોવું જોઈતું. તે એક પાઇપની મદદથી છોકરીઓના વોશરૂમ સુધી પહોંચી ગયો હતો. કેન્ટિનમાં પેસ્ટ કંટ્રોલનું કામકાજ ચાલતું હતું. તેથી કેન્ટિન બંધ હતી. પરંતુ કેટલાક કારીગરો સવારે આવ્યાં હતાં. અમારી સૌથી પહેલી પ્રાથમિકતા સુરક્ષા છે અને હવે તે કેન્ટિનમાં તમામ સ્ટાફ મહિલાઓને હશે ત્યારબાદ જ કેન્ટિન ચાલુ કરવામાં આવશે. ત્યાં જ પાઇપ અને ડક્ટને લઈને પણ ગર્લ્સ હોસ્ટેલમાં બદલાવ કરવામાં આવશે જેથી છોકરીઓ સુરક્ષિત રહી શકે.
આ પણ વાંચોઃ ચંદીગઢ યુનિવર્સિટી MMS કાંડઃ બે વોર્ડન સસ્પેન્ડ
ચંદીગઢ યુનિવર્સિટીમાંથી પણ વીડિયો વાયરલ કરવાની ઘટના બની હતી
મોહાલી સ્થિત એક ખાનગી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 60 વિદ્યાર્થિનીઓનો ન્હાતો વીડિયો ઉતારીને કથિત રીતે વાયરલ કરવા મુદ્દે હોબાળો મચ્યો હતો. ત્યારે આ મામલે અત્યાર સુધીમાં બે યુવકની ધરપકડ કરવામાં આવી છે. તો હોસ્ટેલની બે વોર્ડનને પણ સસ્પેન્ડ કરી દેવાઈ છે. આ ઉપરાંત 5 સભ્યોની કમિટી રચવામાં આવી છે જે આ સમગ્ર ઘટના મામલે તપાસ કરશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: IIT BOMBAY, Mumbai News