રખડતાં ઢોરે એક વૃદ્ધાને અડફેટે લીધા
નવસારીના દરગાહ રોડ વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. અહીં રખડતાં ઢોરે એક વૃદ્ધાને અડફેટે લીધા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. જ્યારે ઢોરે અડફેટે લેતાાં વૃદ્ધાને ઇજા પહોંચી છે. વૃદ્ધાને કમરના ભાગે ગંભીર ઇજા પહોંચતા શહેરની મુલ્લા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને રસ્તે જતાં લોકો તેનો ભોગ બની રહ્યા છે.
નવસારીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. રખડતા ઢોરની અડફેટે વૃદ્ધા ઘાયલ. દરગાહ રોડની ઘટના CCTVમાં કેદ થઇ#Gujarat #StrayCattle pic.twitter.com/vvaxdN2Uza
— News18Gujarati (@News18Guj) November 20, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat News, Navsari News, Stray Cattle