In the next eight days, Shankar Singh Vaghela will launch the ‘Prajashakti Democratic Party’


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આગામી ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓ સક્રીય થઈ છે. ત્યારે બીજી તરફ હવે 81 વર્ષે પણ રાજકારણમાં નોટ આઉટ શંકરસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાની અલગ પાર્ટી બનાવશે. આગામી આઠ દિવસમાં શંકરસિંહ વાઘેલા ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ લોન્ચ કરશે. વિધાનસભા ચૂંટણી પહેલા દારુબંધી હટાવો, શિક્ષણ અને આરોગ્યના મુદ્દાઓ સાથે બાપુ ફરી ગુજરાતની રાજકીય જમીન પર ઉતરશે. કોંગ્રેસ સાથે વાત ન બનતાં બાપુ પોતાની અલગ પાર્ટી સાથે મેદાને ઉતરવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે કહ્યું છે કે આ પાર્ટીની સરકારમાં લોકોનું રાજ હશે.

મહત્વનું છે કે, 2017માં પણ શંકરસિંહ વાઘેલાએ ‘જન વિકલ્પ’ના નામે પાર્ટી ઉભી કરી હતી પણ તેને 2017 વિધાનસભા ચૂંટણીમાં સફળતા ન મળી હતી. ત્યારે 2022 માટે શંકરસિંહ વાઘેલાએ મજબૂત દાવો પેસ કરતા કહ્યું કે ગુજરાતના ગામડાઓમાં મારે ઓળખાણ આપવાની જરૂર નથી.

જેથી કહી શકાય કે ગુજરાતમાં સતત 27 વર્ષથી શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટી સામે આ વખતે ખરેખર એક અલગ પ્રકારનો પડકાર છે કેમ કે 1 નહીં ત્રણ ત્રણ પાર્ટી ભાજપ સામે મેદાને જંગમાં ઉતરી છે. જો કે ગુજરાતના રાજકીય ઇતિહાસના આઈનામાં એક ડોકિયું કરીએ તો ખ્યાલ આવી જશે કે આ વાત કેટલા અંશે સાચી પડશે. કેમ કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો વિકલ્પ સફળ નથી થયો.

આ પણ વાંચો- ગુજરાતના રણસંગ્રામમાં ઓવૈસી ફેક્ટરનું ગણિત, AIMIM ગુજરાતે 65 બેઠકો પર જીતનો દાવો કર્યો

ગુજરાતમાં પરંપરાગત હરીફ ગણાતા ભાજપ-કોંગ્રેસ NCP, અને આમ આદમી પાર્ટી સિવાય વધુ એક પક્ષ એટલે કે અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ પણ ઝુકાવ્યું છે. આ વખત આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે ત્યાં કોંગ્રેસે પણ પોતાના નેતાઓને ગુજરાત પ્રવાસે રવાના કરી દીધા છે ત્યાં જ રાહુલ ગાંધી પણ હાલમાં ભારત જોડો યાત્રાએ છે. બીજી તરફ નવરાત્રીમાં પીએમ નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે આવવાના છે. આથી એવું કહી શકાય કે આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણીમાં સત્તાનો મહાસંગ્રામ ખેલાશે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:rakesh parmar

First published:

Tags: 2022 Assembly elections, Assembly elections, Gujarat Politics, અમદાવાદ, ગુજરાત





Source link

Leave a Comment