ઓસ્ટ્રેલિયાએ 19.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. કેપ્ટન રોહિત શર્મા પણ ઘણી વખત મેદાન પર ગુસ્સામાં જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 3 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી મેચ 23 સપ્ટેમ્બરે નાગપુરમાં રમાશે.
ભુવનેશ્વર કુમાર ટી-20 એશિયા કપમાં પણ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહોતો. તે પ્રથમ ટી20માં પણ મોંઘો સાબિત થયો હતો. આ ફાસ્ટ બોલરે 4 ઓવરમાં 13ની ઈકોનોમીમાં 52 રન આપ્યા હતા. તેને એક પણ વિકેટ મળી ન હતી.
જ્યારે અન્ય ફાસ્ટ બોલર હર્ષલ પટેલે 4 ઓવરમાં 49 રન આપ્યા હતા. હાર બાદ આ બંને સિવાય ટીમ ઈન્ડિયાના મીમ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એકમાં ભુવનેશ્વરને ગોલ્ડ અને હર્ષલ પટેલને સિલ્વર મેડલ આપવામાં આવ્યો છે.
લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલના પ્રદર્શન પર સૌથી વધુ સવાલો ઉઠી રહ્યા છે. ટી20 એશિયા કપમાં પણ તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહોતો. હવે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી20માં પણ તે મોંઘો સાબિત થયો હતો. તેણે 3.2 ઓવરમાં 42 રન આપ્યા. બીજી તરફ ડાબોડી સ્પિનર અક્ષર પટેલે 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર