Table of Contents
પિતા સાથે જય પોલીસ સ્ટેશન ગયો હતો
મૃતક જયના આરોપી માતાપિતા રિનાબેન અને અતુલગીરીએ આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, અમારો દીકરો એટીએમમાં પૈસા નાંખવાનું કામ કરતી સિક્યોર વેલ્યુ નામની કંપનીમાં કામ કરતો હતો. 15મી તારીખે જય અને તેની સાથેની ટીમ જસદણ ખાતેના એટીએમમાં 22 લાખ નાંખ્યા હતા. ત્યારબાદ એટીએમમાંથી 17 લાખની ચોરી થઇ હતી. જે બાદ જસદણ પીઆઈ રાણા સહિતના સ્ટાફે જય અને તેના પિતા અતુલગીરી જસદણ પોલીસ સ્ટેશનમાં ગયા હતા.
પોલીસે અસહ્ય માર મારવાનો ગંભીર આરોપ
તેમણે વધુમાં આરોપ લગાવતા જણાવ્યુ કે, જયને ચોરી કબૂલવા માટે અસહ્ય માર મારી અને બીભત્સ ગાળો આપી હતી. જે બાદ પિતાએ પોલીસને જણાવ્યુ પણ હતુ કે, તેને એક જ કિડની છે તો ધ્યાન રાખજો. જેમા પોલીસે કહ્યું કે, અમને અમારું કામ કરવા દો તમે બહાર જતા રહો. તેમણે વધુમાં જણાવ્યુ કે, હું બહાર ગયો પછી જયની બૂમો મને બહાર સુધી આવતી હતી. પોલીસ સાથે મળીને તેને મારતા હતા.
સોમવારે પણ જય રાજકોટમાં આવેલી એજન્સીની ઓફિસે ગયો હતો. ત્યાં મેનેજર રવિન્દ્ર સહિતના સ્ટાફે તેને કલાકો બેસાડી રાખ્યો હતો. જે બાદ બપોરે ઘરે આવ્યા બાદ સાંજે જયે અંતિમ પગલું ભરી લીધુ હતુ.
Video: આપના કાર્યકર્તાઓની ગુંડાગર્દી, લાઇવ કાર્યક્રમમાં મહિલા એન્કર સાથે કર્યું અણછાજતું વર્તન
ચોરીના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા હતા સામે
રાજકોટમાં ચોરીની ઘટનાના CCTV આવ્યા સામે
સરકારી બેંકના ATMમાં થઈ હતી ચોરી17.33 લાખની ઉઠાંતરી કરાઈ#Gujarat pic.twitter.com/rBuVNlRGvV
— News18Gujarati (@News18Guj) September 17, 2022
નોંધનીય છે કે, રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં ભેજાબાજ તસ્કરે માત્ર બે જ મિનિટમાં લાખો રૂપિયાની રોકડની ચોરી કરી હોવાનો બનાવો સામે આવ્યો છે. જે સમગ્ર ઘટના ફૂટેજમાં કેદ થવા પામી છે. પોતાની ઓળખ છુપાવવા માટે તસ્કરે હેન્ડગ્લોવ્સ પહેર્યા હતા તો સાથે જ માથા પર ટોપી તેમજ માસ્ક પહેર્યું હોવાનું સામે આવ્યું છે.
સીસીટીવી ફુટેજના માધ્યમથી ગ્રામ્ય પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં ખાનપર રોડ પર આવેલા બેન્ક ઓફ બરોડા શાખામાં એટીએમ સેન્ટર આવેલું છે. 15 સપ્ટેમ્બરના રોજ તેઓ જ્યારે બ્રાન્ચ ખાતે હાજર હતા. ત્યારે સાંજના સમયે રવિન્દ્ર ગોસ્વામી તથા જય પુરી ગોસ્વામીએ ફરિયાદ કરી હતી કે, અમે જ્યારે એટીએમ મશીન ખોલ્યું હતું. ત્યારે મશીનમાં જેટલા પૈસા હોવા જોઈએ તેટલા પૈસા નહોતા માટે અમારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર