Jasdan Bank of Baroda ATM loot CCTV


રાજકોટ : જસદણના ગીતાનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા શાખાના ATMનું બોક્સ ખોલી તેમાંથી અજાણ્યા ત્રણ શખ્સોએ રૂ.17.33 લાખની રોકડ ચોરી કરી લીધી છે. જેની ફરિયાદ શાખાના ચીફ મેનેજર દ્વારા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બનાવમાં પોલીસે શાખાના ચીફ મેનેજર પિન્ટુકુમાર રૂદ્રનારાયણ મિશ્રા (રહે-સહીયર સીટી સોસાયટી,જસદણ) ની ફરિયાદના આધારે રાજકોટના ત્રણ શંકાસ્પદ શખ્સની શોધખોળ હાથ ધરી છે. નોંધનીય છે કે, એક યુવકે માત્ર બે જ મિનિટમાં એટીએમનું મશીન ખોલી નાંખ્યું હતુ. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

શાખાની બાજુમાં જ એટીએમ આવેલું છે

આ ચોરીના બનાવના ફરિયાદી પિન્ટુકુમારે જણાવ્યું હતું કે, હું ગીતાનગરમાં આવેલી બેંક ઓફ બરોડા શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવું છું. હાલ બેંકના જોઈન્ટ મેનેજર તરીકે રવિન્દ્ર ભાસ્કર છે અને અમારી આ શાખાની બાજુમાં બેંક ઓફ બરોડાનું ATM આવેલું છે. જે ATM માં કેશ નાખવાની એજન્સી તરીકે અમારી કોર્પોરેટ ઓફિસ મુંબઈથી સેન્ટ્રલાઈઝ કોન્ટ્રાકટ આપવામાં આવે છે. જસદણ બેંક ઓફ બરોડા ખાતે કેશ નાખવા માટે કોન્ટ્રેકટ સીકયોર વેલ્યુ એજન્સી પાસે કોન્ટ્રાકટ છે. તા.15-9 ના રોજ હું બ્રાન્ચ ખાતે હાજર હતો.

સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, નર્મદા અને ભરૂચના કાંઠાવાળા વિસ્તારોમાં એલર્ટ

સીસીટીવીમાં પકડાઇ ચોરી

અમારી બ્રાંચની બાજુમાં જ ATM આવેલું છે. ત્યાં સાંજના 6 વાગ્યે રાજકોટ ખાતેથી કસ્ટોડીયલ રવિન્દ્ર ગૌસ્વામી તથા જયપુરી ગૌસ્વામી બન્ને ફરિયાદ કરવા અંગે આવ્યા હતા. તેમણે વાત કરી કે, ATM મશીન ખુલ્લું હતું અને મશીનમાં જેટલા પૈસા હોવા જોઈએ તેટલા પૈસા ન હતા. જેથી અમારે સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવા છે. તા.6-9 ના રોજ ATM માં બેલેન્સ રૂ.27,500 હતી અને અમે રૂ.25 લાખ નાખ્યા હતા.

અસલી સોનું-ડોલરના નામે બનાવટી પધરાવી દેતો ‘કળાકાર’ ઝડપાયો

જેથી ATMમાં કુલ રૂ.25.27 લાખ બેલેન્સ હતું અને જેમાં કસ્ટમરે ATM મારફતે રૂ.7,94,000 ઉપડ્યા હતા. તેમાં હાલ સિસ્ટમનાં હિસાબે ATM માં રૂ.17,33,500 હોવા જોઈએ. પણ તેમાં માત્ર રૂ.500 જ છે. જેથી રાજકોટથી પૈસા નાખવા આવેલા માણસોએ તથા અમે કેમેરા ચેક કર્યા જેમાં તા.6-9 ના રોજ રાત્રીના કોઈ અજાણ્યા શખ્સો ATM માં આવીને પાસવર્ડ નાખીને પૈસા કાઢી ગયાનું કેમેરામાં રેકોડીંગ થઈ ગયું હતું.

ડિજિટલ લોક પાસવર્ડ નાંખી ખોલી નાંખ્યું

તેમણે ફરિયાદમાં જણાવ્યુ છે કે, અમારા ATMનું કવર ચાવીથી ખોલી તેનું ડિજિટલ લોક 12 ડિજીટનો પાસવર્ડ નાખી ખોલી નાખવામાં આવ્યું છે. એટીઅમમાં જ્યાં રોકડ રકમ મુકવાનું હોય તે બોકસ ખોલી તેમાં રહેલી કુલ રોકડ રકમ રૂ.17,33,000 ની ચોરાઇ છે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: ગુજરાત, રાજકોટ, લૂંટ, સીસીટીવી





Source link

Leave a Comment