JAYANT INFRATECH surge 421 percent in two months what expert see further


મુંબઈઃભારતીય શેરબજારમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી એકંદરે નિરસ વેપાર જોવા મળી રહ્યો છે. ઉપલા મથાળેથી ઘટાડો અને નીચલા લેવલેથી બાઉન્સ બેક વચ્ચે છેલ્લા એકાદ સપ્તાહમાં બજારમાં તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે બજારની આ સાઈડ-વેઝ મૂવમેન્ટમાં અમુક નાના શેરોએ બમ્પર રિટર્ન આપ્યું છે. આજે આપણે એવા જ એક શેરની વાત કરી રહ્યાં છીએ….

આ પણ વાંચોઃ Multibagger Stock: લાંબાગાળાની વાત છોડો આ શેરે તો એક જ વર્ષમાં કરોડપતિ બનાવી દીધા

શેરબજારમાં માત્ર અમુક સિલેક્ટેડ કંપનીઓ જ હશે, જેમણે લિસ્ટિંગના માત્ર 2 મહિનામાં રોકાણકારોની સંપત્તિમાં 5 ગણો વધારો કર્યો હશે. જયંત ઇન્ફ્રાટેક આવો જ એક મલ્ટીબેગર સ્ટોક છે, જેણે છેલ્લા બે મહિનામાં લિસ્ટિંગ પછી રોકાણકારોને લગભગ 421 ટકાનું શાનદાર વળતર આપ્યું છે. જોકે આ રિટર્ન પણ ગણાય છે, ત્યારે જયંત ઈન્ફોટેકનો શેર ઉપલા મથાળેથી લગભગ 16 ટકાનો સુધી ઘટ્યો પણ છે.

જયંત ઈન્ફ્રાટેકના શેર આ વર્ષે 13 જુલાઈ, 2022ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના દિવસે શેરની કિંમત 79.80 રૂપિયા હતી, જે આજે એટલે કે 14 સપ્ટેમ્બર, 2022ના રોજ વધીને 416.10 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે છેલ્લા બે મહિનામાં આ સ્ટોકની કિંમતમાં લગભગ 421.43 ટકાનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચોઃ Harsha Engineers IPO: પહેલા દિવસે જ 2.87 ગણો ભરાયો, અમદાવાદની કંપની પર રોકાણકારો વરસ્યા

છેલ્લા એક મહિનામાં જ જયંત ઈન્ફ્રાટેકના શેરમાં 55.73 ટકાનો વધારો થયો છે. જોકે છેલ્લા 5 ટ્રેડિંગ દિવસોમાં શેરમાં 7.53 ટકાનો ઘટાડો થયો છે. બુધવાર, 14 સપ્ટેમ્બરના રોજ કંપનીના શેર BSE પર નીચલી સર્કિટ પર બંધ આવ્યો છે અને લગભગ 5 ટકા ઘટીને રૂ. 416.10 પર બંધ થયો હતો.

કેટલી છે માર્કેટ કેપ?

અત્રે ઉલ્લેખનીય છે કે જયંત ઈન્ફ્રાટેક 134.63 કરોડ રૂપિયાના માર્કેટ કેપિટલ સાથે બીએસઈ લિસ્ટેડ સ્મોલ કેપ સેગમેન્ટની કંપની છે. નોંધનીય છે કે કંપનીના શેર ફક્ત બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર જ લિસ્ટેડ છે અને SME સેગમેન્ટ હેઠળ ‘M’ ગ્રુપમાં ટ્રેડ થાય છે.

આ પણ વાંચોઃ Expert Advice: ઝોમેટોના શેરમાં નાના રોકાણકારોએ શું કરવું જોઈએ?

શું છે કંપનીનો કારોબાર?

જયંત ઈન્ફ્રાટેકની સ્થાપના 2003માં થઈ હતી. તે એક ટેક્નોલોજી આધારિત કંપની છે, જે રેલ્વે ઈલેક્ટ્રીફિકેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના કારોબાર સાથે સંકળાયેલી છે. કંપનીના મુખ્ય વ્યવસાયમાં નવા અને હાલના રેલવે ટ્રેકનું ઈલેક્ટ્રિક્ફિકેશન સામેલ છે.

બુધવારે સ્ટોક એક્સચેન્જોને મોકલવામાં આવેલી સૂચનામાં જયંત ઇન્ફ્રાટેકને ECI એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન લિમિટેડ અને શ્રી ઇલેક્ટ્રિકલ્સ એન્જિનિયર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ પાસેથી આશરે રૂ. 54 કરોડનો ઓર્ડર મળ્યો છે. સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેના નાગપુર ડિવિઝનમાં નાગબીરથી ઈટારી સેક્શન સુધીના રેલવે ટ્રેકના ઈલેક્ટ્રિફિકેશન માટે કંપનીને આ ઑર્ડર મળ્યો છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

First published:

Tags: BSE Sensex, Business news, Multibagger stocks, Share market, Stock market



Source link

Leave a Comment