બાંટવામાં સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડા પાડ્યા હતા જેમા લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા સહિત સાત સામે ગુનો દાખલ કરાયો છે. જે બાદ ધીરેન કારીયાનો ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે જેમા તે કહી રહ્યો છે કે, મને ખોટી રીતે આ કેસમાં સંડોવવામાં આવી રહ્યો છે. જો આવી રીતે જ મને હેરાન કરવામાં આવશે તો હું આત્મહત્યા કરી લઇશ.
જૂનાગઢ: બાંટવામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા
લીસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા સહિત સાત સામે ગુનો
ધીરેન કારીયાનો ધમકી આપતો વીડિયો વાયરલ #Gujarat pic.twitter.com/mvLPivXLJz
— News18Gujarati (@News18Guj) September 19, 2022
તમને જણાવી દઇએ કે, આ પહેલા 22.40 લાખનો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો હતો. આ દારૂનું કટિંગ થાય તે પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી અને આ દારૂ લિસ્ટેડ બુટલેગરે મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે બુટલેગરનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ધીરેન કારિયાએ પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે કે, તે પોતાના પિતાના શ્રાધમાં હતો અને તેની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે સાથે જ ધીરેન કારિયાએ વીડિયોમાં એવું પણ કહ્યું છે કે તેની પાસે 1 કરોડ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી જેનો કેસ વંથલી કોર્ટમાં ચાલી રહ્યો છે અને આ કેસ પરત ખેંચવા માટે જ પોલીસે તેના પર ખોટો કેસ કર્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Junagadh crime, Junagadh Latest News, જૂનાગઢ, જૂનાગઢના સમાચાર