Table of Contents
આ મોટું કાવતરું છેઃ તુષાર મહેતા
ત્યારે એસજી તુષાર મહેતાએ દાવો કર્યો હતો કે, ‘વર્ષ 2022માં PFIએ સોશિયલ મીડિયા પર હિજાબ પહેરવાનું અભિયાન શરૂ કર્યું હતું. છોકરીઓને સતત મેસેજ આવી રહ્યા હતા કે હિજાબ પહેરવો જોઈએ. આ કામ કોઈ બાળકો દ્વારા અચાનક જ શરૂ કરવામાં આવ્યું નથી. આ એક મોટું કાવતરું હતું અને બાળકો તેમની સલાહ મુજબ કરી રહ્યા હતા.’
આ પણ વાંચોઃ ‘કુરાનમાં ઉલ્લેખ માત્રથી હિજાબ અનિવાર્ય ધાર્મિક પરંપરા બને નહીં’
‘વિદ્યાર્થીઓ પાસે હિજાબ આંદોલન શરૂ કરાવ્યું’
સોલિસિટર જનરલે કહ્યું કે, ‘હાઈકોર્ટ સામે રેકોર્ડ મૂકવામાં આવ્યો હતો. અમે એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે અચાનક શૈક્ષણિક વર્ષની વચ્ચે આ મુદ્દો ખૂબ જ ઝડપથી સામે આવ્યો અને તેને લીધે સમાજમાં રોષ પેદા થયો હતો. હાઈકોર્ટે પણ કહ્યું હતું કે તેની તપાસ થવી જોઈએ. આ વિદ્યાર્થીઓની પોતાની વિચારસરણી નહોતી. તેમની પાસે અચાનક જ આ આંદોલન શરૂ કરાવવામાં આવ્યું હતું. આ કેસમાં ચાર્જશીટ તૈયાર કરવામાં આવી રહી છે.’
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે કહ્યુ - હિજાબ સાથે શીખોના ધાર્મિક પ્રતિક સરખાવાય નહીં
‘એક ધર્મને ટાર્ગેટ કર્યો’ તે કહેવું ખોટુંઃ સોલિસિટર જનરલ
તુષાર મહેતાએ કહ્યું કે, યુનિફોર્મ મુદ્દાને કોઈ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. હિજાબ વિવાદ થયા પછી કેટલાંક વિદ્યાર્થીઓ ભગવી શાલ ઓઢીને આવવા લાગ્યાં હતા. ત્યારે તેમને પણ અટકાવ્યાં હતાં. તેથી એક જ ધર્મને ટાર્ગેટ કરવામાં આવ્યો છે તે કહેવું ખરેખર બહુ ખોટું છે. આ માત્રને માત્ર યુનિફોર્મનો જ મુદ્દો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Hijab Hearing, Hijab row, Supreme Court