Kartik Aaryan: કાર્તિક આર્યને ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી, ફેન્સે કહ્યું કેટલો ‘ડાઉન ટૂ અર્થ’ છે


બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan)નું નામ ઈન્ડસ્ટ્રીના ટોપ એક્ટર્સના લિસ્ટમાં સામેલ છે. કાર્તિક બોલિવૂડનો એવો સ્ટાર છે, જેની બેક ટૂ બેક ઘણી ફિલ્મો આવવાની છે. કાર્તિક આર્યન ન માત્ર પડદા પર પરંતુ રિયલ લાઈફમાં પણ લોકોનો પસંદગીનો સ્ટાર બની ગયો છે. તેમજ એક્ટર જાતે પણ ફેન્સનું દીલ જીતવાની એક પણ તક નથી છોડતો. કાર્તિક હવે ફ્લાઈટની ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા જોવા મળ્યો, જ્યાં તેને જોઈ ફેન્સ ખુશ થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ- કાર્તિક આર્યને પાન મસાલાની એડ કરવાની ના પાડી, આટલા કરોડની મળી હતી ઓફર!

હાલમાં જ કાર્તિકે જોધપુરથી મુંબઈની ફ્લાઈટ લીધી, પરંતુ તેને આ દરમિયાન બિઝનેસ ક્લાસ છોડી ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું. કાર્તિક આર્યન જ્યારે ફ્લાઇટમાં આવ્યો ત્યારે મુસાફરોએ તેનું તાળીઓથી સ્વાગત કર્યું હતું. કાર્તિક પણ મુસાફરોને મળ્યો હતો અને ફોટો ક્લિક કરાવ્યા હતા. યાત્રીઓએ કાર્તિક આર્યન સાથે વીડિયો પણ બનાવ્યો હતો.

#BhoolBhulaiyaa2 Bahut achchi thi,” passengers go berserk and shower praises to KA, as he flies in economy class and gets everyone super excited ❤️#KartikAaryan pic.twitter.com/RJC6Nhw9Xf

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કાર્તિક ફ્લાઈટમાં શાંતિથી બેઠો છે. ત્યારે કોઈને ખબર પડી છે કે ફ્લાઇટમાં કાર્તિક છે. ત્યાર બાદ બધા જ લોકો તેની તરફ જોવા લાગે છે અને ખુશ થઈ જાય છે. મુસાફરો કાર્તિક આર્યનની તસવીરો ક્લિક કરવા લાગે છે. એક્ટર પણ ઊભા થઈને ચાહકો સાથે હાથ મિલાવે છે. ઉલ્લેખનીય છે કે ‘ભુલભુલૈયા 2’ના પ્રમોશન દરમિયાન પણ કાર્તિકે ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી હતી. કાર્તિકનો આ વીડિયો અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

કાર્તિકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ભલે લક્ઝુરિયસ લાઇફ જીવે, પરંતુ આજે પણ ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે. કાર્તિક આર્યન અવારનવાર રોડ સાઇડ સ્ટ્રીટ ફૂડ ખાતો જોવા મળે છે. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક ફિલ્મ ‘ફ્રેડી’, ‘શહઝાદા’ તથા ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળશે.

Published by:Priyanka Panchal

First published:

Tags: Bollywood actor, Entertainemt News, Kartik aaryan





Source link

Leave a Comment