Pitru paksh 2022: પિતૃ પક્ષના શ્રાદ્ધ હાલમાં શરૂ છે. એવું માનવામાં આવે છે કે આ 15 દિવસોમાં પિતૃઓ ધરતી પર આવે છે અને એમના પરિવારજનોં દ્રારા કરવામાં આવેલા પિંડદાન અને શ્રાદ્ધથી ખુશ થાય છે. પિતૃ પક્ષ દરમિયાન સારા કામ કરવાની મનાઇ હોય છે. આમ, જો તમે આ દિવસોમાં કોઇ લગ્નની ખરીદી કરવાનું વિચારતા હોવ તો તમે શ્રાદ્ધના પહેલા પાંચ વસ્તુઓ લાવીને સારું મુહૂર્ત કરી શકો છો. આ પછી તમે શ્રાદ્ધમાં કોઇ વસ્તુ લાવો છો તો એ ચાલે છે. પરંતુ આ દિવસોમાં કોઇ સારા કામની શરૂઆત કરવામાં આવતી નથી.
પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે પિતૃ દોષનું અનેક રીતે મહત્વ રહેલું છે. પિતૃઓના આશીર્વાદથી જ ઘરના લોકો ખુશ રહે છે. પરંતુ પૂર્વજો નારાજ થઇ જાય તો અનેક પેઢીઓ સુધી પિતૃ દોષ વંશની સમસ્યા માથે આવી પડે છે. તો જાણો તમે પણ પિતૃ દોષ કેવી રીતે લાગે છે અને આમાંથી શાંતિ મેળવવા માટે શું કરવું જોઇએ.
આ રીતે પિતૃ દોષ લાગે છે
- મૃત્યુ પછી વિધિ-વિધાન સાથે અંતિમ સંસ્કારની પક્રિયા ના થઇ હોય તો વ્યક્તિને પિતૃ દોષ લાગી શકે છે.
- અકાલ મૃત્યુને કારણે પરિવારના લોકોને અનેક પેઢીઓ સુધી પિતૃ દોષ લાગી શકે છે.
- માતા-પિતાને ધિક્કારવાથી પણ પિતૃ દોષ લાગી શકે છે.
- મૃત્યુ પછી પિંડદાન ના કરવાથી અને શ્રાદ્ધ ના કરવાથી પણ પિતૃ દોષ લાગી શકે છે.
આ પણ વાંચો: ઘરમાં આવી ઘટનાઓ બને છે તો નારાજ છે પિતૃઓ
- ક્યારે પણ કોઇ પિતૃઓનું અપમાન કરવું જોઇએ નહીં. જો તમે પિતૃઓનું અપમાન કરો છો તો આ દોષ લાગી શકે છે.
- પીપળો, લીમડો, સેવનનું ઝાડ કાપવાથી પણ પિતૃ દોષ લાગી શકે છે.
- ભૂલથી કોઇ નાગની હત્યા કરી હોય તો પણ પિતૃ દોષ લાગી શકે છે.
આ પણ વાંચો: 59 વર્ષ બાદ 5 રાજયોગનો અદ્ભુત સંયોગ
પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા આ ઉપાયો કરો
- તમે ઘરમાં પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા ઇચ્છો છો તો આ દિવસોમાં વિધિ-વિધાનની સાથે શ્રાદ્ધ કરો. આ સાથે જ બ્રાહ્મણોને જમાડો અને દાન કરો.
- દર વર્ષે એકાદશી, ચતુર્દશી અને અમાસના દિવસે પિતૃઓને જળ ચઢાવો.
- રોજ બપોરે પીપળાના ઝાડની પૂજા કરો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Pitru paksha, Pitru paksha 2022, Pitrudosh, ધર્મ, ધર્મ ભક્તિ