Table of Contents
કઇ દિશામાં રાખશો મોરનું પીંછું
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મોરનું પીંછું દરેક દેવી-દેવતાઓ અને નવ ગ્રહોમાં બિરાજમાન હોય છે. આ માટે મોરનું પીંછું ઘરમાં મુકવાથી સુખ-સમુદ્ધિ થાય છે. એક એવી પણ માન્યતા છે કે, જો ઘરમાં મોરનું પીંછું હોય તો ઘરમાં કોઇ પણ પ્રકારનું સંકટ આવતું નથી અને હંમેશ માટે સુખ શાંતિ બની રહે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર મોરનું પીંછું હંમેશા ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખઓ. અહિંયા રાખવાથી ઘરમાં સુખ-સમુદ્ધિ આવે છે અને ઘરનું વાતાવરણ સારું બની રહે છે.
આ પણ વાંચો: નવરાત્રીમાં રોજ ઘરે કરો આ ચિહ્ન
ઘરમાં પૈસા ના ટકે તો આ દિશામાં રાખો
કોઇ પણ વ્યક્તિ પાસે ઘરમાં પૈસા ના ટકતા હોય તો મોરનું પીંછું હંમેશા ઘરના પૂજા સ્થળ પર રાખો. અહિંયા મોરનું પીંછું રાખવાથી અનેક લાભ થશે. માનવામાં આવે છે કે, પૂજા ઘર અને મંદિરમાં મોરનું પીંછું રાખવાથી ઘરમાં બરકત થાય છે અને પરિવારના સભ્યોની વચ્ચે સંબંધો સુધરે છે.
કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે
જ્યોતિષ શાસ્ત્રનું માનવું છે કે, કોઇ પણ વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ છે તો એ વ્યક્તિ મોરના પીંછાંનો ઉપાય કરવો જોઇએ. આ માટે વ્યક્તિએ તકિયાના નીચે સાત મોરના પીંછાં મુકીને પછી સૂઇ જવું જોઇએ. માનવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી કાલસર્પ દોષમાંથી જલદી જ રાહત મળે છે.
આ પણ વાંચો: દિવાળીની તિથિ, શુભ મુહૂર્ત વિશેની માહિતી અહીં જાણો
આમ, જો તમે પણ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો મોર પીંછંના આ ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે. આ ઉપાયો કરવાથી તમને પૈસાને લઇને પડતી તકલીફોમાંથી તેમજ બીજી અનેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર