Kriti Sanon and Prabhas: ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ ક્રિતિ સેનન ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા! ‘આદિપુરુષ’ ના સેટ પર નિકટતા વધી હતી


ક્રિતિ સેનેન (Kriti Sanon) અને પ્રભાસ (Prabhas)ના અફેરની ચર્ચાઓ ત્યારથી શરૂ થઈ હતી, જ્યારે એક્ટ્રેસે કરન જોહરના શો ‘કોફી વિથ કરન 7’માં પ્રભાસનું નામ લીધું હતું. ત્યારથી બંને સ્ટાર્સ રિલેશનશિપમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. ફેન્સ નવા સેલિબ્રિટી કપલને લઈને ઉત્સાહિત છે અને તેમને હંમેશાં માટે સાથે જોવા માગે છે.

પ્રભાસને ડેટ કરી રહી છે ક્રિતિ

ક્રિતિ સેનન તથા ટાઇગર શ્રોફ શો ‘કૉફી વિથ કરન’માં આવ્યા હતા. અહીંયા ક્રિતિએ કૉલિંગ સેગમેન્ટ રાઉન્ડમાં પ્રભાસને ફોન કર્યો હતો. ત્યારથી જ બંને વચ્ચે સ્પેશિયલ બૉન્ડ હોવાની ચર્ચા છે. હવે લેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે બંને વચ્ચે રોમેન્ટિક રિલેશનશિપ હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ- શું રણવીર સિંહ દેવનું પાત્ર નિભાવશે? લાઈવ ચેટમાં કરન જોહરે કહ્યું- ‘અમે હીરો સાઈન કરી લીધો છે’

વેબ પોર્ટલ ‘બોલિવૂડ લાઇફ’ના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રભાસ તથા ક્રિતિને એકબીજા માટે ઘણી જ ફીલિંગ્સ છે. ફિલ્મ ‘આદિપુરુષ’ના સેટ પર બંને વચ્ચેનું બૉન્ડિંગ ગાઢ બન્યું છે. તેમના બૉન્ડિંગથી તમામને નવાઈ લાગી છે, કારણ કે પ્રભાસ ઘણો જ શરમાળ છે. જોકે, તે ક્રિતિ સાથે ઘણી જ સહજતાથી વાત કરે છે. બંને વચ્ચે કંઈક છે તે વાત પણ બંને સાથે હોય ત્યારે દેખાઈ આવે છે. બંને હાલમાં પોતાના સંબંધો ધીમે ધીમે આગળ વધારી રહ્યા છે.

ફિલ્મના સેટ પર એકબીજા સાથે વાત કરતા હતા

સૂત્રોના મતે, ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયા બાદ પણ બંને એકબીજા સાથે મેસેજ અને ફોન પર વાત કરે છે. આમ તો ફિલ્મના સેટ પર એકબીજા સાથે ખાસ બૉન્ડ શૅર કરવું સામાન્ય વાત છે, પરંતુ સેટ પર બંને સીન માટે એકબીજાની અપ્રૂવલ લેતા હતા.

ગયા વર્ષે ક્રિતિએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પ્રભાસ થોડો શરમાળ છે, પરંતુ જ્યારે તેણે વાત કરવાનું શરૂ કર્યું તો પ્રભાસ ઘણો જ ફ્રેંક લાગ્યો. ઉલ્લેખનીય છે કે ક્રિતિના સંબંધો આ પહેલાં સ્વ. સુશાંત સિંહ રાજપૂત સાથે હતા. થોડાં સમય પહેલાં એવી ચર્ચા હતી કે ક્રિતિ તથા કાર્તિક આર્યન એકબીજાને ડેટ કરે છે. પ્રભાસની વાત કરીએ તો તેનું નામ સાઉથ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથે અવાર-નવાર ચર્ચાતું હતું.

પ્રભાસ અને ક્રિતિને મોટા પડદા પર જોવા માટે ફેન્સ આતુર છે

‘આદિપુરુષ’ આવતા વર્ષે 12 જાન્યુઆરી રિલીઝ થશે. ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં સૈફ અલી ખાન, સની સિંહ પણ છે. આ ફિલ્મમાં પ્રભાસ રામના અને ક્રિતિ સેનન સીતના રોલમાં જોવા મળશે. સૈફ અલી ખાને રાવણનું પાત્ર ભજવ્યું છે.

Published by:Priyanka Panchal

First published:

Tags: Koffee With Karan, Kriti sanon, Prabhas



Source link

Leave a Comment