સરદાર પટેલ રીંગ રોડ પર વિશાળ ભૂમિમાં મહોત્સવની ઉજવણી કરાશે
હાલ નિર્માણાધીન આ નગર અમદાવાદના પશ્ચિમ છેડે આવેલા સરદાર પટેલ રીંગ રોડ પર વિશાળ ભૂમિમાં મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. એક મહિના પર્યંત ચાલનારા આ અપૂર્વ મહોત્સવમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોમાં ખાસ મહિલા મંચ દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ, યજ્ઞપુરુષ સભાગૃહમાં વિવિધ કાર્યક્રમો તથા લાઈટ એન્ડ સાઉન્ડ શો નું પણ રાખવામાં આવ્યો છે.
ખાસ વાત કરીએ તો મહોત્સવ સ્થળે મહિલા ઉત્કર્ષની અનેકવિધ ગતિવિધિઓ માટે મહિલા ઉત્કર્ષ મંડપમ્ રચવામાં આવ્યો છે. જ્યાં સતત એક મહિના સુધી મહિલા ઉત્કર્ષના ભાતીગળ કાર્યક્રમો, પરિષદો તેમજ રજૂઆતો યોજવામાં આવશે. મહિલાઓ, યુવતીઓ, બાલિકાઓ દ્વારા રજૂ થનાર આ કાર્યક્રમોમાં ભારત અને વિદેશના અનેક મહિલા મહાનુભાવો ઉપસ્થિત રહેશે. અને વિવિધ કાર્યક્રમમાં ભાગ પણ લેશે.
નગરમાં વિશાળ યજ્ઞપુરુષ સભાગૃહની રચના કરવામાં આવી
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ યજ્ઞપુરુષ સભાગૃહની રચના કરવામાં આવી છે. જ્યાં એક મહિના સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સંતો-મહંતો, વક્તાઓ, મહાનુભાવો વગેરે દ્વારા પ્રેરણાદાયી અને ચિંતનશીલ પ્રવચનો, ભક્તિમય સંગીત અને અન્ય હૃદયસ્પર્શી રજૂઆતો કરવામાં આવશે. તથા મંચ પર ભક્તિનો વરસાદ વરસાવશે.
300થી વધુ બાળકો-યુવાનોની રંગારંગ પ્રસ્તુતિ દ્વારા પ્રેક્ષકોને સંદેશો આપશે
આ મહોત્સવ સ્થળના વિવિધ આકર્ષણોમાં એક મહત્વનું આકર્ષણ રાખવામાં આવ્યું છે. જેમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સ વ સ્થળની રાત્રિના સમયે આ લાઈટ એન્ડ સાઉન્ડ શો સૌને અનોખો આનંદ આપશે. આમાં 300 કરતાં પણ વધારે બાળકો-યુવાનોની રંગારંગ પ્રસ્તુતિ દ્વારા પ્રેક્ષકોને ખાસ સંદેશો આપવામાં આવશે. જેમાં મુખ્યત્વે પારિવારિક એકતા, સેવા અને પરોપકારનો વિષય રહેશે.
આ ઉપરાંત મહોત્સવ સ્થળમાં લોકો માટે વૈદિક યજ્ઞ કુટિર, અખંડ ભજન કુટિર, રક્તદાન યજ્ઞ વગેરે જેવી વિવિધ આધ્યાત્મિક અને સેવા-પ્રવૃત્તિઓ રાખવામાં આવી છે. જે અહીં અનોખો રંગ જમાવશે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, BAPS Swaminarayan, Local 18