lion cub was caught on camera loving a tree in Amreli dr – News18 Gujarati


Abhishek Gondaliya, Amreli: સાવજો વૃક્ષોની આસપાસ વસવાટ કરે છે . કડકડતી ઠડી હોય કે ધોધમાર વરસતો વરસાદ હોય સિંહોને હંમેશા વૃક્ષો ના સહારો હોય છે. વૃક્ષ જાણે મા સમીપ હોય તેમ વડાળ બીડનું એક સિંહબાળ લીમડાના ઝાડને મા જેમ પ્રેમ કરી રહ્યું હતુ. આ સિંહબાળ સાવરકુંડલા તાલુકાના આરક્ષિત વિસ્તાર વડાલ બીડમાં કાયમી રહે છે. અને સાથે અન્ય એક સિંહણ અને ત્રણ બચ્ચાં પણ હોય છે આ અગાઉ આ ત્રણ સિંહબાળની તસવીર આ જ વૃક્ષ પર ચીપકાઈ બેઠા હોય તેવી ધારી ગીર પૂર્વના ડીસીએફ અંશુમન શર્માએ થોડા મહિના પહેલા આ તસવીરો ટ્વીટ કરી હતી જે તસ્વીર તેમના જ ફોરેસ્ટ કર્મી યાસીન જુણેજા એ લીધેલ હતી. જે ખૂબ વાઇરલ થઈ હતી.

ત્યારે ફરી આ જ લીમડાના વૃક્ષને જાણે મા સમીપ પ્રેમ કરતા આ સિંહબાળ જાણે આ લીમડાના વૃક્ષને ફરી ભેટતા જોવા મળ્યા હતા. જે અંગેની તસ્વીર સાવરકુંડલા રાઉન્ડ ફોરેસ્ટ યાસીન જૂણેજાએ તેમના પેટ્રોલીંગ દરમિયાન લીધી હતીનું News 18 સાથે વાત કરતા જણાવ્યું હતું.

ત્યારે હાલ વડાળના બીડના સાવજોનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ હાલ જાણીતો બન્યો છે સિંહોનો વસવાટ હાલ અમરેલી જિલ્લાના વડિયા તાલુકાને બાદ કરતાં 10 તાલુકામાં વસવાટ જુવા મળે છે ત્યારે વડાળ બીડના સાવજોને હાલ ખાસ વૃક્ષો સાથે પ્રેમ છે અને આ સાવજો વડાલ બીડમાં કાયમી વૃક્ષો સાથે તેની નીચે વરસતા વરસાદમાં ઠંડી ગરમીમાં વસવાટ કરી રહ્યા છે સાથે વન વિભાગના અધિકારી પેટ્રોલિંગ સમયમાં આવી અનેક તસ્વીર સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવી છે.

તમારા શહેરમાંથી (અમરેલી)

First published:

Tags: Amreli News, Asiatic Lion, Lions Cubs, અમરેલી



Source link

Leave a Comment