પતિ અને પત્ની વચ્ચે વિશ્વાસ
આચાર્ય ચાણક્ય જણાવે છે કે, પતિ અને પત્નીએ એકબીજાનું સમ્માન કરવું જોઈએ અને સભ્યતા પણ દાખવવી જોઈએ. પતિ પત્નીએ કોઈપણ પરિસ્થિતિમાં એકબીજાને સાથ આપવો જોઈએ. નાના મોટા મતભેદોને જતા કરી દેવા જોઈએ. જે ઘરમાં આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે, તેમના પર માતા લક્ષ્મીની અપરંપાર કૃપા વરસે છે. આ પ્રકારનું ઘર સ્વર્ગ સમાન હોય છે, જ્યાં હંમેશા ખુશી રહે છે.
અન્ન દેવતાનો આદર કરો
ચાણક્ય નીતિ અનુસાર અનાજ ભગવાને આપેલો એક પ્રસાદ છે. જેનું શ્રદ્ધા અને સમ્માન સાથે ગ્રહણ કરવું જોઈએ. ભૂલથી પણ અન્ન દેવતાનું અપમાન ન કરવું જોઈએ. આચાર્ય ચાણક્ય જણાવે છે કે, જે ઘરમાં અન્નના એક એક દાણાનું મહત્વ સમજવામાં આવે છે અને અનાજનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે છે. તે ઘરમાં માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહેછે.
આ પણ વાંચો: આ કામ સાંજે કરશો તો માતા લક્ષ્મી થઇ જશે નારાજ
મૂર્ખ લોકોને મહત્વ ન આપો
આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં અન્ય મહત્વપૂર્ણ બાબત વિશે જાણકારી આપી છે. જે ઘરમાં મૂર્ખ લોકો અને અજ્ઞાનીઓની વાત નજરઅંદાજ કરવામાં આવે છે અને સમજદાર લોકોની વાત ધ્યાને લેવામાં આવે છે, તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. આ ઘરોમાં કલેશ થતો અને પરિવારના લોકોની તરક્કી થાય છે. આ પ્રકારના ઘરમાં માતા લક્ષ્મી અપરંપાર કૃપા વરસાવે છે.
(નોંધ- અહીં જે પણ જાણકારી આપવામાં આવી છે, તે સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટી કરતું નથી.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Devi Lakshmi, Goddess Lakshmi, Lakshmiji