Major IT stocks are at 52 week low what should you do expert advised


મુંબઈઃ ભારતીય શેરબજારમાં સ્ટોકના ભાવ તૂટવાનો સિલસિલો યથાવત છે. આજે ગુરુવારે ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. આજે, BSE સેન્સેક્સ 337.06 પોઈન્ટ્સ એટલે કે 0.57 ટકા ઘટીને 59119.72 પર બંધ થયું હતું, જ્યારે નિફ્ટી 50 (Nifty50) માં 88.50 પોઈન્ટ્સ એટલે કે 0.50 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 17629.80 પર બંધ રહ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીના સંદર્ભમાં નિફ્ટી બેન્કનો ઘટાડો 50 ટકાથી વધુ હતો. નિફ્ટી બેન્ક (Niftybank) 572.85 પોઈન્ટ (1.39 ટકા) ઘટીને 40630.60 પર બંધ રહ્યું હતું.

આ પણ વાંચોઃ Hot stocks: ટૂંકા ગાળામાં બમ્પર કમાણી માટે નિષ્ણાતોએ કહ્યું આ બે શેરમાં દાવ લગાવો

IT શેરોને આ ડાઉનફૉલમાં સૌથી વધુ ફટકો પડ્યો છે. આ ક્ષેત્રની દિગ્ગજ TCS, Infosys, Wiproના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર થઇ શકે છે. આ વર્ષે અત્યાર સુધીમાં IT ઇન્ડેક્સ 27 ટકાથી વધુ ઘટ્યો છે. પણ ડોલરની આવક વૃદ્ધિમાં મંદીના કારણે IT ઉદ્યોગને નુકસાન વેઠવું પડી શકે છે.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નો શેર 52 સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. આ શેરે આજે રૂ. 2980ની નીચી સપાટીએ પહોંચ્યો છે. ગયા વર્ષે જુલાઈમાં આ સ્ટોક 2953ની સપાટીએ પહોંચ્યો હતો.આ વર્ષે આ શેર 20 ટકાથી વધુ તૂટી ચુક્યો છે. નાણાકીય વર્ષ 23ના જૂન ક્વાર્ટરમાં કંપનીએ તેના ત્રિમાસિક નફામાં 5 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. જોકે, આ વધારો માર્કેટ એક્સપર્ટ્સની અપેક્ષાઓ કરતાં ઓછો હતો.

આ પણ વાંચોઃ Dolly Khannaએ રોકાણ કરેલા આ સ્ટોકે 5 વર્ષમાં આપ્યું 183 ટકા રીટર્ન, હવે શેરહોલ્ડરોને આપશે ડિવિડન્ડ

ઇન્ફોસિસનો રેકોર્ડબ્રેક ડાઉનફૉલ

ઇન્ફોસિસના શેર 52 સપ્તાહની રેકોર્ડ લો કિંમતે પહોંચ્યો છે. ગુરુવારે શરૂઆતના ટ્રેડિંગમાં આ શેર રૂ. 1360ની સપાટીએ પહોંચ્યો હતો. ભારતની બીજી સૌથી મોટી IT કંપની ઈન્ફોસિસનો સ્ટોક આ વર્ષે 27 ટકાથી વધુ ઘટ્યો છે. નાણાકીય વર્ષ 23ના જૂન ક્વાર્ટરમાં કંપનીના નફામાં અંદાજ કરતાં 3 ટકા ઓછો વધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ કોલગેટથી ફક્ત તમારા દાંત જ નહીં તમારો પોર્ટફોલિયો પણ ચમકાવો, શેરમાં તગડી તેજીની શક્યતા

ડૉલર ઇન્ડેક્સમાં વધારો થવાથી ફાયદો થશે

બજારના જાણકારોનું કહેવું છે કે, દેશની બંને મોટી IT કંપનીઓના શેરો અત્યારે ઓવરસોલ્ડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ આગામી દિવસોમાં રૂપિયામાં ઘટાડો શક્ય છે કારણ કે યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધારા બાદ ડૉલર ઇન્ડેક્સ ફરી એકવાર વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. ભારતીય IT કંપનીઓ માટે રૂપિયામાં ઘટાડો સાનુકૂળ હોવાથી બંને IT શેરોમાં આવનારા દિવસોમાં જોરદાર ઉછાળો જોવા મળી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

First published:

Tags: Business news, IT Stocks, Share market, Stock market



Source link

Leave a Comment