જો તમે રસોઈના ક્ષેત્રમાં વ્યવસાયિક રીતે આગળ વધવા માંગતા હો, તો તમારી પાસે આ ફિલ્ડની ડિપ્લોમા ડિગ્રી હોવી જરૂરી છે. (Chef Salary) 12મા પછી તમે આમા ડિપ્લોમા ડિગ્રી મેળવી શકો છો. શેફ તેમના કામમાં ક્રિએટિવ હોવા જોઈએ. રસોઈ સાથે સાથે તેને આકર્ષક રીતે રજૂ કરવાની આવડત પણ હોવી જોઈએ. આ સાથે દરેક પ્રકારની વાનગીઓ કેવી રીતે બનાવવી તેનું બહોળું જ્ઞાન હોવું જોઈએ. (Chef Education)એક શેફ માટે ફૂડ ઇન્ડસ્ટ્રી વિશે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમને અલગ-અલગ દેશોની સંસ્કૃતિ અને ત્યાંના લોકોની ખાવા-પીવાની આદતોની જાણકારી પણ હોવી જોઈએ.
આ કોર્સ કરી શકો છો
-BSC ઈન હોસ્પિટાલિટી અને હોટેલ એડમિનિસ્ટ્રેશન
-ડિપ્લોમા ઈન કૂકરી
-ક્રફ્ટમેનશિપ ઈન ફૂડ એન્ડ બેવરેજ સર્વિસ મેનેજમેન્ટ
-ડિપ્લોમા ઈન બેકરી & કન્ફેક્શનરી
આ પણ વાંચો: Career Tips: આજકાલ યુવાનોમાં ટેક્સ મેનેજમેન્ટ કોર્સની ખૂબ માંગ, જાણો કોર્સ સંબંધિત માહિતી
આ સ્કીલ્સ હોવી જોઈએ
તમને ખોરાકને લગતી મોટાભાગની બાબતો વિશે જાણકારી હોવી જોઈએ. તેના ફાયદા અને ગેરફાયદા વિશે પણ માહિતી હોવી જોઈએ. બદલાતા સમય પ્રમાણે આજકાલ નવી-નવી રેસિપી આવતી રહે છે, આવા સમયમાં પોતાને અપડેટ રાખવા ખુબ જરૂરી છે. હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. આ સિવાય તમારામાં બીજાની વાતોને ઝડપથી સમજવાની ક્ષમતા પણ હોવી જોઈએ. આ તમામ બાબતો જો આપમાં હશે તો તમે આ ફિલ્ડમાં ખુબ જ આગળ વધી શકો છો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Career Guidance, Career tips