make career in Nano technology filed course collage and job details


Career In Nano Technology: ટેકનોલોજીના ઝડપી વિકાસ સાથે નેનો ટેકનોલોજીનો ઉપયોગ પણ ખુબ વધી રહ્યો છે. (PG career option) નેનોટેકનોલોજી એ વિજ્ઞાન અને એન્જિનિયરિંગની ફિલ્ડને આપવામાં આવેલો શબ્દ છે જ્યાં નેનોમીટરના સ્કેલનો ઉપયોગ સામગ્રી, ઉપકરણો, સ્ટ્રક્ચર અને સિસ્ટમોની ડિઝાઇન, પ્રોડક્શન અને એપ્લિકેશન માટે થાય છે. આ કોર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધી રહી છે. તેમાં PG કોર્ષનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં વધુ જોવા મળી રહ્યો છે. (Nano Technology Course) આ ફિલ્ડમાં કરિયર બનાવવા શું કરવું જાણીએ અહીં તમામ વિગતો

લાયકાત

1. ઉમેદવારો પાસે મેનેજમેન્ટ સાથે જોડાયેલા વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે.
2. ઉમેદવારો પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રીમાં ઓછામાં ઓછા 50% ગુણ હોવા આવશ્યક છે.
3. ગ્રેજ્યુએશન કરી રહેલા છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ પણ આ કોર્ષમાં પ્રવેશ માટે સરળતાથી અરજી કરી શકે છે.

એડમિશન પ્રોસેસ

આ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સમાં એડમિશન લેવા માટે આખી પ્રક્રિયા કોલેજ પર નિર્ભર છે. આ કોર્સમાં એડમિશન લેવા માટે ઘણી કોલેજોમાં એન્ટ્રન્સ ટેસ્ટ પણ આપવી પડશે. જે બાદ કોલેજના મેરિટ લિસ્ટ મુજબ એડમિશન આપવામાં આવશે.

ઓનલાઇન અરજી પ્રક્રિયા

1. ઉમેદવારે કોલેજની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી.
2. સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધા પછી, તેમને એક અરજી ફોર્મ મળશે.
3. અરજી ફોર્મ ભર્યા પછી, તેને સારી રીતે તપાસો. કોઈપણ ભૂલ એડમિશનના અસ્વીકારમાં પરિણમી શકે છે.
4. ત્યાર બાદ ઓનલાઈન ફોર્મની ફી ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા જમા કરાવવાની રહેશે.
5. ફી જમા કરાવ્યા બાદ ઉમેદવારના રજિસ્ટર્ડ ફોન નંબર અથવા ઈમેલ આઈડી પર એક મેસેજ આવશે.

આ પણ વાંચો: Career Tips: ધોરણ 12 પછી શું કરવું? B.Sc કરીને કારકિર્દીને આપો વેગ

આ વિષયનો અભ્યાસ કરશો

1. નેનો-કેમેસ્ટ્રી
2. નેનો-બાયોલોજી
3. નેનો-ફિઝિક્સ
4. નેનો-ઈલેક્ટ્રોનિક્સ
5. નેનો-એન્જિનિયરિંગ
6. નેનો-કોમ્પ્યુટર્સ
7. નેનો-બાયોટેકનોલોજી
8. નેનો-રિસર્ચ
9. માસ્ટર થીસીસ
10. નેનો-એજ્યુકેશન

ટોપ કોલેજો અને તેની ફી

ગુલબર્ગા યુનિવર્સિટી, ગુલબર્ગા - રૂ. 20,900
અય્યા નાદર જાનકી અમ્મલ કોલેજ (ઓટોનોમસ), શિવગંગા - રૂ. 20,900

આ પણ વાંચો: How to Become Chef: શેફ કેવી રીતે બની શકો છો? જાણો લાયકાત અને કોર્ષ વિષેની તમામ માહિતી

આ પોસ્ટ પર મળશે જોબ

1. પ્રોજેક્ટ આસિસ્ટન

2. એડમિન & એકાઉન્ટ એક્ઝિક્યુટિવ
3. પ્રોજેક્ટ એન્જિનિયર
4. સેલ્સ / સર્વિસ એન્જિનિયર
5. રિસર્ચર
6. લેક્ચરર અને પ્રોફેસર

7. એડમિન & એકાઉન્ટ એક્ઝિક્યુટિવ

Published by:Krunal Rathod

First published:

Tags: Career and Jobs, Career Guidance, Career tips



Source link

Leave a Comment