વટવામાં રહેતી 22 વર્ષીય યુવતી છેલ્લા બે વર્ષથી તેના માતા પિતાના ઘરે રહે છે. આ યુવતીના લગ્ન વર્ષ 2019 માં પાટણ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે પતિ સાસુ, સસરા, જેઠ, જેઠાણી સહિતના લોકો સાથે રહેવા ગઈ હતી. લગ્ન બાદ આ યુવતી જ્યારે સાસરે ગઈ ત્યારે સાસુ સસરા અને પતિએ ફોન રાખવાની તેને ના પાડી દીધી હતી અને અમારા ઘરમાં સ્ત્રીઓને ફોન રાખવાની પરમિશન નથી તેવું કહી ફોન રાખવાની મનાઈ કરી હતી. એકાદ મહિના જેટલું સાસરીયાઓએ સારી રીતે રાખ્યા બાદ સાસુએ આ યુવતીને ઘરકામ બાબતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને તારી માતાએ કાંઈ શીખવાડ્યું નથી તને જમવાનું બનાવતા આવડતું નથી તેમ કહી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું.
બાદમાં જ્યારે આ યુવતીનો પતિ કામ ધંધો કરીને ઘરે આવે ત્યારે તેની સાસુ કાન ભંભેરણી અને ચઢામણી કરતી હતી. જેના કારણે આ યુવતીનો પતિ તેને ગાળો બોલી માર મારતો હતો. યુવતીને પોતાનું ઘર કરવું હોવાથી તે સાસરીયાઓનો આ ત્રાસ સહન કરતી હતી.
શાંતિ જાળવજો! ગુજરાતમાં આજે દૂધ મળી રહ્યુ છે
જ્યારે જ્યારે યુવતીને તેના માતા પિતા સાથે વાત કરવી હોય ત્યારે તેનો પતિ પોતાનો ફોન લઈ વાત કરવા આપતો હતો. આ યુવતીનો પતિ ફોન સ્પીકરમાં રાખી જોડે ઉભો રહી વાતો સાંભળતો હતો અને ઘરની બહાર પણ યુવતીને નીકળવા દેતો નહીં. આટલું જ નહીં આજુબાજુવાળા કે પાડોશીઓ સાથે વાત પણ કરવા દેતો નહીં. થોડા સમય બાદ યુવતીને દહેજમાં જે વસ્તુઓ આવી હતી તેનાથી વધુ વસ્તુઓની માંગ સાસુ સસરાએ કરી યુવતીને પિયરમાંથી આપેલી વસ્તુઓ ઓછી લાગવા લાગી હતી. યુવતીને તેના સાસુ સસરા એલસીડી, ગાડી અને રૂપિયા માંગી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
9 મહિલા ઝડપાઇ, કરતી હતી ન કરવાનું કામ
સાસુ સસરા અવારનવાર આ યુવતીને અમારા છોકરાને વધુ રૂપિયા અને દહેજવાળી છોકરીઓ મળતી હતી. જેથી તારે દહેજ પેટે રૂપિયા તો લાવવા પડશે તેમ કહી ત્રાસ આપી માર મારતા હતા અને સાથે જ તલાક અપાવી દઈશું તેવી ધમકી પણ આપતા હતા. જ્યારે આ યુવતીને ગર્ભ રહ્યો હતો ત્યારે તેના સાસરિયાંઓ તેની સાર સંભાળ રાખતા નહીં અને ફરી એક વખત બે લાખ રૂપિયા દહેજ માગવાનું સાસુએ શરૂ કર્યું હતું. યુવતીએ તેના માતા પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાનું કહેતા સાસરીયાઓએ ઝઘડા શરૂ કરી યુવતીના પતિએ તેને બે લાફા મારી દઈ ઘરમાંથી કાઢી મૂકી હતી.
યુવતીએ આખી રાત ઘરની બહાર વિતાવી બીજા દિવસે તેના માતા પિતાને વાત કરી હતી. સમગ્ર બાબતને લઈને કંટાળીને યુવતીએ આ અંગે સાસુ સસરા અને પતિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Married woman, અમદાવાદ, ગુજરાત