Table of Contents
માનસિક સ્વાસ્થ્ય ફિટ રાખવા રજા
લોકો શારીરિક સમસ્યાઓને કારણે નોકરીમાંથી રજા લઈ શકે છે, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે રજા લેવા માટે કોઈ જ કાયદો નથી. હવે ભારતમાં ઈ-કોમર્સ કંપની મીશોએ તેના કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યને સારુ રાખવા માટે એક ખાસ નીતિ બનાવી છે. કંપની વર્ષમાં 11 દિવસની રજાઓ કર્મચારીઓને તેમનું દિમાગ રિસેટ અને રિચાર્જ કરવા માટે આપશે.
આ પણ વાંચોઃ પોપટે ચાલતી કારમાં માસ્કને જ હિંચકો બાનાવ્યો, તેને ઝૂલતો જોઈને તમને પણ થશે ઈર્ષ્યા
રજા લો અને મનને ફિટ રાખો
ઓનલાઈન ફેશન સ્ટોર મીશોએ નવી પહેલ કરી છે અને તે તેના કર્મચારીઓને માત્ર તેમને માનસિક રીતે ચાર્જ કરવા અને તણાવમાંથી મુક્તિ મેળવવા માટે રજા આપશે. આ રજા 22 ઓક્ટોબર, 2022થી 1 નવેમ્બર, 2022 સુધી ચાલશે. કંપની તરફથી કહેવામાં આવ્યુ છે કે,- ‘આજકાલ કર્મચારીઓના જીવનમાં તણાવ અને કામ વધારે છે. એવામાં Reset and Recharge કર્મચારીઓને ટોચ પર રાખવા માટે એવો રસ્તો બનાવશે, જે બીજી કંપનીઓ પણ સ્વીકારશે.’ કંપનીના સ્થાપક અને ચીફ ટેકનોલોજી ઓફિસર સંજીવ બરનવાલે ટ્વીટર પર આ નિર્ણયની ઘોષણા કરી છે.
આ પણ વાંચોઃ 17 કલાકમાં 67 પબમાં જઈને વ્યક્તિએ પીધું દારુ, બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ!
કંપનીએ પહેલા પણ આવી નીતિ બનાવી છે
Reset and Recharge હેઠળ મળવા વાળી રજાઓમાં કર્મચારી જે ચાહે તે કરી શકે છે. ભલે તેઓ પરિવારજનો પાસે જાય કે,ફરવા જાય કે નવી આવડત પર કાર્ય કરે. કર્મચારીઓ પર કેન્દ્રિત આવી પ્રગતિશીલ નીતિ કંપનીએ પહેલા પણ બનાવી છે. વર્ષ 2015માં સ્થાપિત થયેલી કંપનીમાં આ પહેલા બાઉન્ડ્રીલેસ વર્કપ્લેસ મોડલ અને વેલનેસ માટે ગમે તેટલી રજાઓ લેવા ઘોષણા કરવામાં હતી. એટલુ જ નહિ કંપની જેન્ડર ન્યૂટ્રલ પેરેંટલ રજાની પણ ઘોષણા કરી ચૂકી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Mental health, OMG News, Policy