meet Transgender Ragini Patel became the brand ambassador of voting in Rajkot mlr – News18 Gujarati


Mustufa Lakdawala,Rajkot : વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.જેથી તેને લઈને અત્યારે રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે. ચૂંટણીપંચ દ્વારા મતદાનની તૈયારીઓથી લઈ મતદાન માટેની જાગૃતિ અંગે અનેક કાર્યક્રમો થઈ રહ્યાં છે.આવખતે ચૂંટણીપંચે રાજકોટ જિલ્લાની 8 બેઠક પર એક નવો જ પ્રયાસ કર્યો છે. ચૂંટણીપંચે આ વખતે રાગિણી પટેલને રાજકોટજિલ્લાના વોટિંગ આઇકોન એટલે કે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. ત્યારે રાગિણી પટેલે આપણી સાથે કેટલીક ચૂંટણીને લઈને માહિતી શેર કરી છે. આવો જાણીએ શું કહેવું છે રાગિણી બહેનનુ.

રાગિણી પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારનો ખુબ ખુબ આભાર છે કે LGBT કમિટિને અત્યારે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યાં છે એ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં. અમને ખુબ જ ખુશી છે. અમને આનંદ છે કે સરકારે અમારી LGBT કમિટીનેઆ અવસર આપ્યો છે.

આવું થવું એ ગુજરાતમાં અને દેશમાં પહેલીવાર હશે કે LGBT કમિટિને અત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બ્રાન્ડએમ્બેસેડર બનાવવામાં આવ્યાં છે.લોકોને અમે ખાસ અપિલ કરીશું કે તમે તમારા મનથી વોટ કરજો નહીં કો કોઈ દબાણથી વોટકરો.વોટિંગના દિવસને તમે હોલિડે તરીકે ના સેલિબ્રેટ કરતા.તમે આ દિવસને એક વિધાનસભાની ચૂંટણી 2022ની ચૂંટણી છે તેતે રીતે તમારો ચૂંટણીનો તહેવાર તરીકે ઉજવજો.અમે જો વોટ આપીને ઉજવણી કરી શકીએ તો તમે કેમ નહીં.

અમે LGBT કમિટિનો ભાગ છીએ તો પણ અમે વોટ કરીશું અને આ તહેવારને સારી રીતે ઉજવીશું. તો પછી તમે સામાન્ય જનતા પણ તમારો કિંમતી મત આપજો અને આ દિવસને ચૂંટણીનો તહેવાર ગણીને મનાવજો. આમ લોકશાહીના પર્વ ચૂંટણીમાં પોતાનુયોગદાન અપાતુ જોઈને રાગિણી પટેલ બહુ જ ઉત્સાહી છે.

તમને જણાવી દયે કે રાગિણી પટેલે MBA કર્યું હોવા છત્તા મોટી કંપનીઓએ રાગિણી પટેલને નોકરી આપવાની ના પાડી. જેનાકારણે તેઓ ઘણી રીતે ભાંગી ગયા હતાં.પણ આજે તેઓને સરકારે વોટિંગ આઈકોન બનાવતા તેઓ ખુબ જ ખુશ છે અને તેઓલોકોને મતદાન કરવા જણાવી રહ્યાં છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Local 18, Transgender, ગુજરાત ચૂંટણી, રાજકોટ



Source link

Leave a Comment