અમદાવાદમાં એપીએમસીથી મોટેરા સુધીનો મેટ્રો રૂટ શરૂ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ રૂટનો શુભારંભ થાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. જોકે એ પહેલા જ મેટ્રો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. તેનું કારણ મેટ્રો સ્ટેશનનીચેના રોડ છે.
મેટ્રો સ્ટેશનોની નીચે વરસાદથી ધોવાયેલા રોડ કોણ રીપેર કરશે તે સૌથી મોટો પ્રશ્ન હાલ સામે આવી રહ્યો છે. આગામી દિવસોમાં ગ્યાસપુર થી મોઢેરા સુધી18.77 કિલોમીટરનો આ રુટ શરૂ થઈ રહ્યો છે.
આ રૂટ પર અંદાજે 15 સ્ટેશન આવે છે. આ વખતે અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદના કારણે આ સ્ટેશન નીચેના રોડ ધોવાઈ ગયા છે. બિસમાર થયેલા આ રોડ રીપેર થાય તેવી માંગ શહેરી જનો કરી રહ્યા છે. મહત્વની બાબત એ પણ છે કે જેતે સમયે મેટ્રો પ્રોજેકટ મંજુર થયો તે સમયે મેટ્રો સ્ટેશન જ નહીં મેટ્રો રૂટમાં આવતા રોડને રીપેરીંગ કામ મેટ્રો કરશે. ત્યારથી લઈને અત્યારસુધીમાં ત્રણ વાર મેટ્રો દ્વારા શહેરમાં રોડ રીપેર કરવામાં આવ્યા છે.
ત્યારે હવે મેટ્રો રૂટના ખરાબ રસ્તાને રીપેર કરવા મામલે અધિકારીઓએ હાથ અધર કરી દીધા છે. બીજું કે જો 30 તારીખ એ આ રૂટ શરૂ કરવાનો હોય તો આ સ્ટેશનો નીચેના આ રોડ રીપેર થઈ જવા જોઈતા હતા. પરંતુ મેટ્રો અને AMC ના અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે લોકો આ રોડ રીપેર થવાની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના ગ્રાન્ડમાસ્ટર અને ફિડે સિનિયર ટ્રેનર તેજસ બાકરેની ભારતીય ટીમ અંડર-16ના કોચ તરીકે નિમણૂક
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ જણાવે છે કે મેટ્રો રૂટના રોડનું રીપેરીંગ કામ મેટ્રો જ કરશે. મહત્વનુ છે કે રોડ રીપેર કરાવવા મામલે મેટ્રો અને AMC સામસામે છે પરંતુ આ તમામ વિવાદમાં લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે તે પણ એક સત્ય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર