મોરબી જિલ્લામાં રહેતી અને હાલ સરદાર નગર ખાતે પિયરમાં આવેલી 20 વર્ષીય યુવતી ને 16 વર્ષ 4 મહિના ની એક બહેન છે. આ યુવતી જ્યારે તેના પિયર આવી હતી ત્યારે તેને નજરે જોયું હતું કે તેની નાની બેન ઘરમાં રહીને બાજુમાં રહેતા સગીર સાથે ઈશારા કરીને વાતો કરતી હતી.
આ પણ વાંચો: ‘તારો પતિ છ મહિને અલગ અલગ યુવતીઓ સાથે લગ્ન કરે છે’
જેથી આ બાબતની વાત તેના ભાઈ અને પિતાજીને કરી હતી. બાદમાં બીજા દિવસે બપોરે પરિવારજનો ઘરે હાજર હતા ત્યારે સગીર બહેનને આ બાબતે પૂછતાં તેને જણાવ્યું કે બે વર્ષથી બાજુમાં રહેતા સગીર સાથે તેને પ્રેમ સંબંધ છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે. જેથી પરિવારજનોએ જણાવ્યું હતું કે હાલ તેની અને સગીરની ઉંમર નાની છે તમારા લગ્ન થઈ શકે નહીં ઉંમર થાય પછી લગ્ન કરવાનું વિચારીશું તેમ કહેતા આ સગીરાએ લગ્ન કરવા જીદ કરી હતી.
આ પણ વાંચો: આજે આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
પરંતુ પરિવારજનોની સમજાવટ બાદ પણ તે તે લોકોની વાત માની નહોતી. જેથી સગીરાના ભાઈએ ઘરમાંથી બહાર જતા રહેવાનું કહેતા આ સગીરા પાડોશમાં રહેતા સગીરના ઘરે જતી રહી હતી. બીજા દિવસે સાંજે ઘરના સભ્યો તેને લેવા માટે સગીરના ઘરે ગયા હતા. જ્યાં તેને ખૂબ સમજાવી હતી પરંતુ તે ઘરે આવતી નહોતી. જેથી પોલીસને બોલાવતા પોલીસે સમજાવટ બાદ વિશ્વાસમાં લઈ આ સગીરાને ઘરે લાવી હતી.
બાદમાં તેની પૂછપરછ કરતાં તેને જણાવ્યું કે, પંદર દિવસ પહેલા તે ઘરે એકલી હતી ત્યારે પાડોશમાં રહેતો સગીર કે જેને તે પ્રેમ કરે છે તે આવ્યો હતો અને ઘરમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. સમગ્ર બાબતને લઈને પોલીસે પોકશો અને બળાત્કારનો ગુનો નથી તપાસ શરૂ કરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર