અરરિયા: બિહારમાં એક સગીર છોકરીની રેપ પછી હત્યા કરવામાં આવી છે. ઘટના અરરિયા જિલ્લાના નારાયણપુરની છે. અહીં રવિવારે રાતે જિઉતિયાના મેળામાંથી નવ વર્ષની છોકરી ગુમ થઈ ગઈ હતી. તેનું શબ સોમવાર ઘરની બાજુમાં આવેલા એક ખેતરમાંથી નગ્ન હાલતમાં મળી આવ્યું હતું.
ઘટનાની તપાસ માટે મેડિકલ બોર્ડની રચના કરાઈ
પ્રાથમિક રીતે કેસ દુષ્કર્મ કર્યા પછી મર્ડર કરવામાં આવ્યું હોવાનો લાગી રહ્યો છે. પરિવારના સભ્યોનું કહેવું છ કે છોકરી પર ગેંગરેમ્પ કરવામાં આવ્યો છે અને પછીથી તેની હત્યા કરવામાં આવી છે. ઘટના અંગેની માહિતી મળ્યા પછીથી સ્થાનિક પોલીસ મામલાની તપાસ માટે પહોંચી હતી. આ મામલામાં અરરિયાના એસડીપીઓ પુષ્કર કમારે જણાવ્યું કે છોકરીની હત્યા કરવામાં આવી છે અને ઘટનાની તપાસ માટે મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી રહી છે. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં હાલ ભયનો માહોલ છે અને ગામમાં એક પ્રકારની નારાજગી દેખાઈ રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gang rape, Minor Gang Rape, Minor girl