પુજારીએ ચમત્કાર ગણાવ્યો
મંદિર ખૂબ જ જૂનું છે. આ પહેલાં પણ મંદિર સાથે જોડાયેલી કેટલીય વાતો સામે આવી હતી. પરંતુ આ વીડિયોમાં ચોખ્ખેચોખ્ખું જોઈ શકાય છે કે, હનુમાનજી પલક ઝપકાવે છે. આ જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે. કહેવામાં આવે છે કે, વાયરલ વીડિયો મંદિરમાં આવેલા એક ભક્તે બનાવ્યો છે. આ વીડિયો શ્રૃંગાર સમયનો છે. તેમાં હનુમાનજીની પલક ખૂલતી અને બંધ થતી જોઈ શકાય છે. મંદિરમાં આવનારા ભક્તો સહિત પૂજારી આ ઘટનાને ચમત્કાર ગણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ શનિદેવને મનાવવા માટે અપનાવો આ 7 ચમત્કારી ઉપાય
હનુમાનજી દરેકની મનોકામના પૂરી કરે છે
આ મંદિર વિશે માન્યતા છે કે, અહીં આવનારા દરેક ભક્તો તમામ મનોકામના પૂરી કરે છે. વર્ષમાં 13 વખત હનુમાનજીનો વિશેષ શણગાર કરવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર