એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે નામીબિયાથી 8 ચિત્તાઓને લઈને વિશેષ માલવાહક વિમાન શનિવારે સવારે લગભગ 6 વાગ્યે ગ્વાલિયર એરપોર્ટ પર ઉતરશે. તે પછીથી ચિત્તાઓને હેલિકોપ્ટરમાં કેએનપી લઈ જવામાં આવશે.
મધ્યપ્રદેશ આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન કાર્યાલય દ્વારા ગુરુવારે બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામીબિયાથી ભારત લાવવામાં આવેલા ચિત્તાઓને શનિવારે મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડશે. નિવેદન મુજબ, દેશના વન્ય જીવો અને તેમના આવાસને પુર્નઃજીવીત કરવા અને તેમાં વિવિધતા લાવવા વડાપ્રધાન મોદીના પ્રયત્નોનો આ હિસ્સો છે.
અધિકારીઓએ કહ્યું કે ચિત્તાઓને છોડવામાં આવ્યા પછી પીએમ મોદી શ્યોપુલ જિલ્લાના કરાહલમાં વક્ષારોપણ કાર્યક્રમમાં સામેલ થશે અને પછી મહિલા સ્વયં સહાયતા સમૂહોના સમ્મેલનમાં ભાગ લેવા માટે એક સ્થાનિક સ્કુલમાં જશે. તેમણે જણાવ્યું કે કાર્યક્રમ પછી વડાપ્રધાન ગ્વાલિયર પહોંચશે અને શહેરમાં થોડીવાર રોકાયા પછી બપોરે નવી દિલ્હી માટે રવાના થશે.
સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કર્યું
મધ્યપ્રેદશના મુખ્યમંત્ર શિવરાજ સિંહ ચૌહાણે કેએનપીમાં પહોંચનાર ચિત્તાઓની એક ઝલક ટ્વિટર પર મુકી છે. સીએમ ચોહાણે કહ્યું કે આ ખૂબ ખુશીની વાત છે કે ચિત્તા કુનો નેશનલ પાર્કમાં આવી રહ્યાં છે. અમે મધ્યપ્રદેશના લોકો મહેમાનોનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર