શું તમે તમારા ઘરનું ઈન્ટિરીટર ડેકોરેટ કરવા ઈચ્છો છો?
શું તમે તમારા ઘરની અંદરની સજાવટને સુંદર અને યુનિક આઈડિયાથી ડેકોરેટ કરાવવા ઈચ્છો છો? જો તમે ખરેખર તમારા ઘરની અંદરનો લૂક બદલવા ઈચ્છતા હોય તો અમદાવાદના (Ahmedabad) ગોતા વિસ્તારમાં આવેલી એમઆરબી સેનિટરી & સિરામિકમાં વોશ બેસિન, મિરર, વોલ વોચ, નળ તથા બાથ એસેસરીઝ જેવી તમામ પ્રકારની વસ્તુઓનું મોટા પાયે કલેક્શન જોવા મળે છે.
વોશ બેસિન, મિરર, નળ, વોલ આર્ટ, વોચ જેવી વસ્તુઓ મળી રહે છે
આ શો રૂમ ફક્ત અમદાવાદમાં જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત ગણાતો સૌથી મોટો ડિઝાઈનર મોલ છે. જ્યાં વોશ બેસિન, મિરર, નળ, વોલ આર્ટ, વોલ વોચ, મલ્ટિકલરના સ્ટોન જેવી વસ્તુઓ મળી રહે છે. આ ઉપરાંત બાથ એસેસરીઝ, ડિઝાઇનર ફ્લાવર પોટ્સ, નેચરલ સ્ટોન મોર્ડન આર્ટસ, ઘર માટેની ડેકોરેટિવ પ્રોડક્ટ, રસોડાના પાણીના નળ તથા અન્ય વસ્તુઓ પણ જોવા મળે છે.
આ એન્ટિક વસ્તુઓમાં વાત કરીએ તો વોશ બેસિનમાં 3000 થી પણ વધારે વેરાયટી, 1000 થી પણ વધારે ડિઝાઈનિંગ મિરર, 300 થી પણ વધારે ડિઝાઈનર નળ, 1000 થી પણ વધારે દિવાલને સુશોભિત કરતા આર્ટ, 300 થી વધારે ડિઝાઈનર વોલ વોચ, 100 થી પણ વધારે પ્રકારના કુદરતી પથ્થરના સ્ટોન જોવા મળે છે.
આ પણ વાંચો: અપૂર્ણતાને પૂર્ણ કરતા પેઈન્ટિંગ્સનું પ્રદર્શન યોજાયું: આ છે પેઈન્ટિગની ખાસિયત
સમગ્ર ગુજરાતમાં ફક્ત એક જ જગ્યાએ આટલી વેરાયટી જોવા મળે છે
શો રૂમના માલિક રોહિત જૈન સાથે વાત કરતા જણાવ્યું કે આ બિઝનેસ શરૂ કર્યાને માત્ર 8 થી 9 વર્ષ જ થયા છે. અને અત્યારે હાલમાં સમગ્ર ગુજરાતનો નંબર વન ગણાતો સૌથી મોટો શો રૂમ બની ગયો છે. કે જેમાં મોટા પાયે ઘરના ઈન્ટિરીયરનું કલેક્શન જોવા મળે છે. ખાસ કરીને વોશ બેસિન એ ફાઈબર, સ્ટોન, ગ્લાસ, સિરામિક, આર્ટિફિશિયલ સ્ટોનના મટિરીયલ દ્વારા બનાવવામાં આવેલા છે.
નોંધપાત્ર વાત એ છે કે લગભગ આખા ગુજરાતમાં તેમના સિવાય અન્ય કોઈ જગ્યાએ આટલી બધી વેરાયટી જોવા મળતી નથી. હજુ પણ બીજી નવી પ્રોડક્ટ જેવી કે ફ્લાવર પોટ, ફર્નિચર તથા મિરરમાં 3D મિરર, LED મિરર, કટઆઉટ મિરર વગેરે ઈન્ટિરીયરનો ઉમેરો કરવામાં આવશે. આ સાથે કસ્ટમરની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ મિરર પણ બનાવી આપવામાં આવે છે.
સરનામું : MRB સેનિટરી અને સિરામિક, ખોડિયાર મંદિર રોડની સામે, ન્યુ ભારત ગ્રેનાઈટની પાસે, IOC પેટ્રોલ પંપની બાજુમાં, ગોતા, અમદાવાદ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Design